ભારતીય સેનાની માનવતા; PoKથી મૃતદેહો પરત લાવવામાં કરી મદદ…

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ગુમ થયેલા બે યુવાનોના મૃતદેહ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી મળી આવ્યા હતા અને આ મૃતદેહોને પરત લાવવા માટે ભારતીય સેનાએ મદદ કરી હતી. આ યુવાનો જેલમ નદીમાં ડૂબી ગયા બાદ ગુમ થયા હતા. ભારતીય અને પાકિસ્તાની સેનાના સંયુક્ત પ્રયાસો દ્વારા મૃતદેહો મળી આવ્યા હતા, જે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો…હડતાળ પહેલા જ RBI એ માની લીધી શનિ-રવિ રજાની માગણીઃ જાણો શું છે હકીકત…
જેલમમાં ડૂબ્યાં હતા બે યુવાન
પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરી તાલુકામાંથી ગુમ થયેલા બે યુવાનોના મૃતદેહને પરત લાવવામાં સફળતા મેળવી છે. 5 માર્ચ 2025ના રોજ બસગ્રાન અને કમલકોટ ગામના એક યુવાન અને એક યુવતીનું જેલમ નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. ત્યારબાદ ભારતીય સેનાએ તેમના મૃતદેહોને શોધવા માટેએક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સેનાનાં પ્રયાસો છતાં મૃતદેહને શોધી કાઢવામાં સફળતા મળી નહોતી.
મૃતદેહ જેલમમાં વહીને ગયો PoK
20 માર્ચના રોજ ભારતીય સેનાએ જેલમ નદીમાં એક મૃતદેહ જોયો. મૃતદેહને બહાર કાઢવા માટે તરવૈયાની એક બચાવ ટીમે કાર્યવાહી કરી હતી, જોકે પાણીના જોરદાર પ્રવાહને કારણે મૃતદેહ નિયંત્રણ રેખા (LoC)ની પેલે પાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoJK) ના ચકોઠી સેક્ટરમાં વહી ગયો હતો. આ કારણે મૃતદેહને પાછો લાવવું જાણે અશક્ય બની ગયું હતું.
આ પણ વાંચો…પોલીસ અને લૂંટારા વચ્ચે થયો ગોળીબાર; એકનું એન્કાઉન્ટર, ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ…
મૃતદેહો પરત કર્યા
ત્યારબાદ ભારતીય અને પાકિસ્તાની સેનાએ મૃતદેહો મેળવવા માટે સાથે મળીને માણસાઈભર્યા પ્રયાસો કર્યા. 22 માર્ચના રોજ બપોરે 12 વાગ્યે પાકિસ્તાની અધિકારીઓ દ્વારા બે ગુમ થયેલા યુવાનોના મૃતદેહ ઔપચારિક રીતે ભારતીય સેનાને સોંપવામાં આવ્યા હતા. મૃતદેહો સોંપાયા બાદ તેમના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે તેમના પરિવારોને પરત કરવામાં આવ્યા હતા.