તિરંગામાં લપેટાયેલ પિતાની લાશ, માતાના ખોળામાં 2 વર્ષની પુત્રી
શહીદ હુમાયુ ભટ્ટની વીરગતિએ આંખમાં આંસુ લાવી દીધા
અનંતનાગઃ કાશ્મીર ઘાટીના કોકોરેનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા ડીએસપી હુમાયુ ભટ્ટના પિતા પૂર્વ ડીઆઈજી ગુલામ હસન ભટ્ટે પોતાના પુત્રને શ્રદ્ધાજલિ આપી ત્યારે ત્યાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ હતા. દેશની રક્ષા કરતી વખતે શહીદ થયેલા બહાદુર અધિકારી હુમાયુ બે મહિનાની પુત્રીના પિતા હતા. ગયા વર્ષે જ તેમના લગ્ન થયા હતા.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે અધિકારી અને એક પોલીસ અધિકારી શહીદ થયા હતા. આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના એક કર્નલ, એક મેજર અને એક ડીએસપી અને માદા લેબ્રાડોર શ્વાન પણ શહીદ થયા હતા. અનંતનાગમા ંસુરક્ષા દળો જ્યારે સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. આ દરમિયાન કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક અને ડીએસપી હુમાયુ ભટ્ટ શહીદ થયા હતા. એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદી માર્યા ગયા છે.
શહીદ ડીએસપી હુમાયુ ભટ્ટના પરિવારમાં તેમની પત્ની અને બે મહિનાની પુત્રીનો સમાવેશ થાય છે. ગયા વર્ષે તેમના લગ્ન થયા હતા. તેમના પિતા ગુલામ હસન ભટ્ટ ભૂતપૂર્વ ડીઆઇજી છે. તેઓ મૂળ પુલવામા જિલ્લાના રહેવાસી છે. હવે આ પરિવાર બડગામના હુમહામા વિસ્તારની એક કોલોનીમાં સ્થાયી થયો છે. હુમાયુ ભટ્ટ છેલ્લા ત્રણ વર્ષથી જમ્મુ-કાશ્મીર પોલીસમાં ડીએસપી તરીકે કાર્યરત હતા. તેમના પિતા નિવૃત પોલીસ અધિકારી છે. હુમાયુની પત્ની પ્રોફેસર છે.
જ્યારે હુમાયુ ભટ્ટના પાર્થિવ દેહને ત્રિરંગામાં લપેટવામાં આવ્યો ત્યારે ડીએસપીના પિતા ગુલામ હસન ભટ્ટે તેમના પુત્રને શ્રદ્ધાંજલિ આપી હતી. હુમાયુ ભટ્ટની બે મહિનાની દીકરી માતાના ખોળામાં હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસના બહાદુર ડીએસપી હુમાયુ ભટ્ટને અંતિમ વિદાય આપવા માટે ભારે ભીડ હતી. ઉપસ્થિત તમામ લોકોની આંસુ હતું. દરેકના મુક આંસુમાં એક જ સવાલ ડોકાતો હતો, દુનિયાના આ સ્વર્ગ સમા પ્રદેશ હજી કેટલી માતા-પિતાથી એમનો પુત્ર, પત્નીથી એનો પતિ અને સંતાનોથી એના પ્રેમાળ પિતા છીનશે?