નેશનલ

અર્જુન એવોર્ડ વિજેતા CRPF અધિકારી બળાત્કાર કેસનાં દોષીત; ગૃહ મંત્રાલયે કર્યા ફરજમુક્ત

નવી દિલ્હી : સેન્ટ્રલ રીજર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ડીઆઈજી રેન્ક ધરાવતા ચીફ સ્પોર્ટ્સ ઓફિસર ખજાન સિંહ પર CRPFની મહિલા કર્મચારીઓએ જાતીય સતામણી કરવાનો આરોપ મૂક્યો હતો. સૂત્રોથી મળતી માહિતી અનુસાર કે આ કાર્યવાહી યુપીએસસીની ભલામણ અને ગૃહમંત્રાલયની મંજુરી બાદ કરવામાં આવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પીડિત મહિલાએ ડીઆઈજી ખજાન સિંહ સામે યૌન ઉત્પીડનના આરોપો મૂકાયા બાદ CRPF દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અપરાધની પુષ્ટી પણ થઈ હતી. તેના પછી સીઆરપીએફએ યુપીએસસીને એક રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં ગૃહ મંત્રાલયને તેમને બરતરફ કરવાની ભલામણ કરી હતી.

આપણ વાંચો: બળાત્કાર કેસમાં પીડિતાની જુબાની કોર્ટ માટે પૂરતો પુરાવો છે પણ…

વિસ્તૃત તપાસ બાદ ખજાન સિંહને નોટીસ ફટકારવામાં આવી હતી, યુપીએસસીએ ખજાન સિંહને ફરજ પરથી બરતરફ કરવાની ગૃહ મંત્રાલયને ભલામણ કરી હતી જેને ધ્યાને લઈને મંત્રાલયે આ નોટીસ મોકલી હતી. તેમ છતાં સુત્રોથી પ્રાપ્ત થતી વિગતો મુજબ તેને 15 દિવસનો સમય આપવામાં આવશે અને તેને પોતાનો પક્ષ રાખવાનો સમય મળશે તેમજ મંત્રાલય તેના પર વિચાર કરશે.

યૌન શોષણ કેસની પ્રારંભિક તપાસ સમયે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પરંતું પુનઃ તેમને ફરજ પર સ્થાપિત કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ આજદિન સુધી ફરજ પર હતા. દિલ્હીની એક કોર્ટે ૨૦૨૧માં કેસમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા કારણ કે આરોપ લગાવનાર મહિલાએ જજની સામે નિવેદન આપતા કહ્યું હતું કે તેમણે લગાવેલા આરોપો ગુસ્સામાં કરવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button