કોલકાતા: બંગાળી ફિલ્મ નિર્માતા અરિંધમ સિલને ‘ડિરેક્ટર્સ એસોસિએશન ઓફ ઈસ્ટર્ન ઈન્ડિયા (ડીએઇઆઇ)’ એ સસ્પેન્ડ કર્યા હતા. નોંધનીય છે કે અરિંધમ સિલ પર એક અભિનેત્રીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ડીએઇઆઇએ જણાવ્યું હતું કે અરિંધમ સિલનું સભ્યપદ સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. તેમનું સસ્પેન્શન તાત્કાલિક અસરથી અમલમાં આવ્યું છે.
આ પણ વાંચો : ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતાનું 48 વર્ષની ઉંમરે થયું નિધન, ઈન્ડસ્ટ્રી આઘાતમાં
ડીએઇઆઇના અધ્યક્ષ સુબ્રત સેન અને સેક્રેટરી સુદેશના રોય દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘તમારા પર લગાવવામાં આવેલા કેટલાક આરોપો અને અમારી પાસે ઉપલબ્ધ પ્રથમદર્શી પુરાવાઓને કારણે ડીએઇઆઇ એ તમને અનિશ્ચિત સમય માટે અથવા તમારા પરના આરોપો ખોટા સાબિત ન થાય તમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો.
સિલે પત્રકારોને જણાવ્યું હતું કે જેને દુવ્યવહાર માનવામાં આવી રહ્યો છે તે અજાણતા થયો છે. તેમણે કહ્યું હતું કે તાજેતરમાં જે ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે ત્યારે બની જ્યારે તે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેત્રીને એક સીન સમજાવી રહ્યા હતા.
તેમણે દાવો કર્યો હતો કે, ‘તે સમયે મારા કાર્યો અથવા વર્તન સામે કોઈએ વાંધો ઉઠાવ્યો ન હતો.’ સિલે દાવો કર્યો હતો કે દરેક વ્યક્તિ જેણે ફિલ્મમાં કામ કર્યું હતું અને તે ઘટના સમયે હાજર હતા તે સાક્ષી આપશે કે તે ઘટના અજાણતા બની હતી.