મનોરંજન

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતાનું 48 વર્ષની ઉંમરે થયું નિધન, ઈન્ડસ્ટ્રી આઘાતમાં

મુંબઈઃ ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આજે દુખદ સમાચાર જાણવા મળ્યા છે, જેમાં જાણીતા અભિનેતા વિકાસ સેઠીનું નિધન થયું છે. ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ધારાવાહિકથી ઈન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ ધરાવનારા વિકાસ સેઠીએ ઈન્ડસ્ટ્રીમાંથી એકાએક અલવિદા લેતા તેના ચાહકોને પણ આઘાત લાગ્યો છે.

રવિવારે સવારે અચાનક ઊંઘમાં હાર્ટ એટેક આવ્યો હતો. આ મુદ્દે પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. વિકાસ એક્ટિંગથી ભલે દૂર હતો, પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ હતો. પરિવારની તસવીરો પણ અચૂક શેર કરતો હતો. છેલ્લે વિકાસે બારમી મેના પોસ્ટ મૂકી હતી, જેમાં પોતાની મધરને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.



હાર્ટ એટેકને કારણે વિકાસ સેઠીનું નિધન થયું છે. ટીવી ઈન્ડસ્ટ્રીમાં જાણીતા અભિનેતા વિકાસનું અચાનક નિધન થવાથી પરિવારની સાથે ઈન્ડસ્ટ્રીના લોકો આઘાતમાં છે. પરિવારમાં પત્ની અને બે બાળકો છે. અચાનક નિધનથી પરિવાર વિખરાઈ ગયો છે. વિકાસ સેઠીના નિધનથી પરિવારમાં માતમ છવાઈ ગયું છે.

ટેલિવિઝનની જાણીતી સિરિયલમાં વિકાસ સેઠીએ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’, ‘કહી તો હોગા’, ‘કસોટી ઝિંદગી કી’ વગેરેમાં અભિનયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતો બન્યો હતો. 2000માં ટીવીના જાણીતા શો હેન્ડસમ હંક તરીકે ઓળખાવા લાગ્યો હતો.

ટીવી સિરિયલ સિવાય જાણીતા શો નચ બલિયે ત્રણમાં જોવા મળ્યો હતો. ફિલ્મની વાત કરીએ તો 2001માં આવેલી દીવાનાપનમાં પણ કામ કર્યું હતું. અર્જુન રામપાલ અને દીયા મિરઝા આ ફિલ્મના લીડ રોલમાં હતા. છેલ્લે ઈસ્માર્ટ શંકરમાં જોવા મળ્યો હતો. સિદ્ધાર્થ શુક્લા સાથે ખાસ રિલેશન ધરાવતો હતો. બંનેની પાર્ટીમાં પણ સાથે જોવા મળતા હતા. વિકાસ સેઠીની પહેલી પત્ની અમિતા હતી, જ્યારે બીજી પત્ની જાહ્નવી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત