ઓલા, ઉબેર, રેપિડોથી મુસાફરી કરો છો? તો આ વાંચી લો,નહીં તો તકલીફ પડી શકે છે

બેંગલુરુ: ઓલા, ઉબેર અને રેપિડો જેવી એપ મારફતે રાઈડ બૂક કરીને મુસાફરી કરતા લોકો માટે આવતી કાલ 7 ફેબ્રુઆરીનો દિવસ પડકારજનક રહી શકે છે. એપ બેઝ્ડ રાઇડ-હેલિંગ પ્લેટફોર્મ સાથે જોડાયેલા ડ્રાઇવરો દેશવ્યાપી હડતાળ પર ઉતરવાના છે.
તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન (TGPWU) અન્ય નેશનલ લેબર યુનિયન્સ દ્વારા આયોજિત ડ્રાઇવરોની આ દેશવ્યાપી હડતાળને ‘ઓલ ઇન્ડિયા બ્રેકડાઉન’ નામ આપ્યું છે,
X પર એક પોસ્ટમાં TGPWU એ જણાવ્યું હતું કે, “ભારતભરના એપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ 7 ફેબ્રુઆરી 26 ના રોજ ઓલ ઇન્ડિયા બ્રેકડાઉનમાં જોડાશે. તેમને કોઈ મિનીમમ ફેર નથી મળતું, કોઈ નિયંત્રણો નથી, તેમનું શોષણ થઇ રહ્યું છે.”
નીતિન ગડકરીને લખ્યો પત્ર:
યુનિયને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે પ્રધાન નીતિન ગડકરીને લખેલા પત્રમાં જણાવ્યું કે દેશભરના એપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સના મુદ્દા લાંબા સમયથી પડતર છે અને કોઈ ઉકેલ આપવામાં આવ્યો નથી.
યુનિયને જણાવ્યું હતું કે ઓલા, ઉબેર, રેપિડો, પોર્ટર અને અન્ય એગ્રીગેટર પ્લેટફોર્મ્સ સાથે કામ કરતા રાઇડર્સ માટે સરકાર દ્વારા ભાડા નિર્ધારિત કરવામાં આવ્યા નથી, તેથી કંપનીઓ પોતાની રીતે ભાડા નક્કી કરે છે. લાખો ટ્રાન્સપોર્ટ વર્કર્સ આવકની ગંભીર અસલામતી, શોષણ અને અસુરક્ષિત કાર્યકારી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે.
મુસાફરોને સલાહ:
જો તમે ઓલા, ઉબેર, રેપિડો, જેવી એક મારફતે મુસાફરી કરીઓ છો, તો આવતી કાલે તમને તકલીફ પડી શકે છે. માટે આવતી કાલે આ એપને બદલે જાહેર પરીહન કે મુસાફરી માટે અન્ય કોઈ વિકલ્પો તપાસવા સલાહ છે.
જો કે સમગ્ર ભારતના ડ્રાઈવરો આ હડતાળમાં જોડાય એવી શક્યતા ઓછી છે, અલગ અલગ શહેરોમાં હડતાલની અસર ઓછી વધતી હોઈ શકે છે.



