તુર્કીય અને અઝરબૈજાન સાથે રત્ન અને દાગીના વ્યવસાય પર દેશવ્યાપી પ્રતિબંધની અપીલ

મુંબઇ: ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (જીજેસી)એ ભારતના રત્ન અને જ્વેલરી ઉદ્યોગને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને તુર્કીય અને અઝરબૈજાન સાથે રત્ન અને દાગીના વ્યવસાય પર દેશવ્યાપી પ્રતિબંધની અપીલ અને અઝરબૈજાન સાથે વેપાર બંધ કરવા માટે વિનંતી કરી છે. આ નિર્ણય ઓપરેશન સિંદૂરના સમર્થનમાં લેવામાં આવ્યો છે. આ કઠોર પગલું તુર્કીય અને અઝરબૈજાન સાથે રત્ન અને દાગીના વ્યવસાય પર દેશવ્યાપી પ્રતિબંધની અપીલ દ્વારા પહલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાનને જાહેરમાં આપેલા સમર્થન પછી લેવામાં આવ્યું છે. આ હુમલામાં 26 ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા.
તુર્કીનું આ વલણ રાષ્ટ્રીય સુરક્ષા અને વેપાર સંબંધોની નૈતિકતા સામે ગંભીર ચિંતા ઊભી કરે છે, એમ જણાવતાં સંસ્થાના ચેરમેન શ્રી રાજેશ રોકડેએ કહ્યું કે અમારા માટે દેશ પહેલો છે, વેપાર પછી. ભારતીય રત્ન અને જ્વેલરી ઉદ્યોગ રાષ્ટ્રના સમર્થનમાં એકજુટ છે. તમામ જ્વેલર્સ, ઉત્પાદકો, વેપારીઓ અને હોલસેલ વિક્રેતાઓને વિનંતી કરીએ છીએ કે તેઓ તુર્કી અને અઝરબૈજાન સાથે પોતાનો વેપાર સંપૂર્ણપણે બંધ કરે.
આ સામૂહિક નિર્ણય રાષ્ટ્રીય હિત અને ઓપરેશન સિંદૂર પ્રત્યે અમારી અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. એ દેશો સાથે વેપાર અટકાવીને અમે એકતા અને દૃઢ સંકલ્પનો સ્પષ્ટ સંદેશ આપીએ છીએ.
આ પણ વાંચો…આ ટ્રાવેલ અને બુકિંગ પ્લેટફોર્મે તુર્કી, અઝરબૈજાન, ચીન માટે બુકિંગ બંધ કર્યું; જાણો કારણ