
હૈદરાબાદઃ દેશભરમાં અત્યારે સુધી ‘અમે બે અમારા બે’ નો વિચાર ચાલતો આવ્યો છે. મોટા ભાગે લોકો માત્ર બે બાળકો પેદા કરતા હોય છે, જેમાં વર્ષો પહેલા સરકારે પણ આ વિચારને પ્રોત્સાહન આપ્યું હતું. પરંતુ હવે એક નવો રાહ ચિંધવામાં આવી રહ્યો હોવાના અહેવાલો થોડા સમયથી વહેતા થયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીના વિજયનગરમના સાંસદ કાલીસેટ્ટી અપ્પલા નાયડુએ એક અજીબ પ્રકારનો વાયદો કર્યો છે, જે અત્યારે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે. સાંસદ કાલીસેટ્ટી અપ્પલા નાયડુએ કહ્યું છે કે, જે મહિલા ત્રીજું બાળક પેદા કરશે તેને 50,000 રૂપિયા અથવા ગાય ભેટ તરીકે આપવામાં આવશે.
Also read : 30 વર્ષ પહેલા ધર્મ પરિવર્તન કરી ચુકેલા 45 પરિવાર ફરી બન્યા હિન્દુ, ચર્ચના સ્થાને બનાવ્યું મંદિર…
દીકરીનો જન્મ થાય તો તેને 50,000 રૂપિયા
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર એક કાર્યક્રમ દરમિયાન સાંસદ કાલીસેટ્ટી અપ્પલા નાયડુએ ઘોષણા કરી કે, જો કોઈ મહિલા ત્રીજા બાળકને જન્મ આપે છે, અને દીકરીનો જન્મ થાય તો તેને 50,000 રૂપિયા આપવામાં આવશે. જો દીકરાનો જન્મ થાય છે તે તેને એક ગાય આપવામાં આવશે. તેમની આ ઘોષણના કારણે અત્યારે આખા આધ્ર પ્રદેશમાં ચર્ચાઓ થવા લાગી છે, આખરે સરકાર દ્વારા વસ્તી વધારાની વાતો કેમ કરવામાં આવી? એટલું જ નહીં પરંતુ અહીં તો પ્રોત્સાહિત રાશિ આપવાની પણ જાહેરાત કરવામાં આવે છે. સાંસદ કાલીસેટ્ટી અપ્પલા નાયડુનું આ નિવેદન અત્યારે ખુબ જ વાયરલ થઈ રહ્યું છે.
અમે મહિલાઓને વધારે બાળકો પેદા કરવા માટેનું કહીં રહ્યાં છીએ: અપ્પલા નાયડુ
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ સહિત ટીડીપીના અનેક વરિષ્ઠ નેતાઓએ ઘટતી યુવા આબાદીને વધારવા માટેની વાતો કરી રહ્યાં છે. સાંસદ અપ્પલા નાયડુએ કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નાયડુ દ્વારા જનસંખ્યા વધારવા માટે લેવામાં આવેલા પગલાં સાથે સાથે ત્રીજા બાળક માટે બન્ને દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવો બાદ મે આ ઘોષણા કરી છે. અમે મહિલાઓને વધારે બાળકો પેદા કરવા માટેનું કહીં રહ્યાં છીએ અને જો ત્રીજું બાળક પેદા થાય તો અમે પ્રોત્સાહિત રાશિ પણ આપીશું’.
Also read : આવી બાર્બરતા? બિહારમાં પગમાં મહિલાની ખિલ્લા ઠોકેલી લાશ મળી
દરેક મહિલા કર્મચારીઓને મેટરનિટી લીવ આપવામાં આવશે
અપ્પલા નાયડુએએ પ્રકાશમ જિલ્લાના મરકપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે મુખ્યમંત્રી નાયડુ દ્વારા પણ ઘોષણા કરવામાં આવી હતી કે દરેક મહિલા કર્મચારીઓને મેટરનિટી લીવ આપવામાં આવશે, પછી ભલે તેને ગમે તેટલા બાળકો કેમ ના હોય! દરેક મહિલાઓને એક સંદેશ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આવતા સમયમાં રાજ્યમાં યુવા આબાદી વધારવા માટે વધારે બાળકો પેદા કરવા પડશે.