કોઈ પણ આતંકવાદી કૃત્ય હવે ભારત સામે યુદ્ધ માનવામાં આવશે; ભારત સરકારનો નિર્ણય

નવી દિલ્હી: હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમા પર છે. એવાં ભારતે મોટો નિર્ણય લીધો છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી કૃત્યને દેશ સામે યુદ્ધ ગણવામાં આવશે અને તે મુજબ જવાબ આપવામાં આવશે.
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કશ્મીર(PoK) માં આતંકવાદી ઠેકાણા પર હુમલા કર્યા હતાં, જેમાં 100 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો છે. આ સાથે 22 એપ્રિલના રોજ પહેલગામ હુમલાનો બદલો લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: પાકિસ્તાન અવળચંડાઈ ચાલુ રાખશે તો યુદ્ધ નિશ્ચિતઃ વિજય રૂપાણી
ભારતના હુમલા બાદ પાકિસ્તાને ભારત પર ડ્રોન હુમલા કર્યા હતાં. ગઈ કાલે રાત્રે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળોએ હુમલો કર્યો હતો. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાએ એરપોર્ટ અને એરબેઝ સહિત મહત્વના સ્થળોને નુકસાન પહોંચાડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતાં.
ગુરુવારે સાંજે, ભારતની એર ડિફેન્સ સિસ્ટમે જમ્મુના સરહદી વિસ્તારો તરફ પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી આઠ મિસાઇલોને ઇન્ટરસેપ્ટ કરી હતી.
આ પણ વાંચો: મુરલી તમારો કોણ થાય? યુદ્ધમાં ગયેલા દીકરાના માતા-પિતાના હાથ ધ્રુજ્યા ને…
પાકિસ્તાને આજે શનિવારે કહ્યું હતું કે જો ભારત વધુ હુમલા બંધ કરે તો તે તણાવ ઓછો કરવાનો વિચાર કરશે, કારણ કે બંને દેશોની સેનાઓએ એકબીજાના લશ્કરી સ્થળોને નિશાન બનાવ્યા હતા, જેનાથી તણાવ વધુ વધ્યો હતો.
પાકિસ્તાન વિદેશ પ્રધાન ઇશાક ડારે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે વાત કર્યા બાદ જણાવ્યું હતું, “જો ભારત વધુ હુમલા બંધ કરશે તો પાકિસ્તાન તણાવ ઓછો કરવાનો વિચાર કરશે. જો કે, જો ભારત વધુ કોઈ હુમલા કરશે, તો જવાબ પણ આપવામાં આવશે.”