અભિનેતા સલમાન ખાન પર હુમલાનું કાવતરું: બિશ્નોઈ ગેન્ગના વધુ એક સાગરીતની હરિયાણાથી ધરપકડ | મુંબઈ સમાચાર

અભિનેતા સલમાન ખાન પર હુમલાનું કાવતરું: બિશ્નોઈ ગેન્ગના વધુ એક સાગરીતની હરિયાણાથી ધરપકડ

મુંબઈ: બોલીવૂડના અભિનેતા સલમાન ખાન પર જીવલેણ હુમલો કરવાનું કાવતરું ઘડવા પ્રકરણે ચાર આરોપીની ધરપકડ કરાયા બાદ નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ અને ગોલ્ડી બ્રાર ગેન્ગના વધુ એક સાગરીતને હરિયાણાના ભિવાનીથી શનિવારે ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ દીપક હવાસિંહ ગોગાલિયા ઉર્ફે જોની વાલ્મીકિ (30) તરીકે થઇ હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે કાવતરામાં સામેલ અન્ય આરોપીઓ માટે રહેવાની વ્યવસ્થા તેમ જ ગુનો આચરવા માટે વાપરવામાં આવનારાં વાહનોની વ્યવસ્થા કરવામાં ગોગાલિયા સામેલ હતો. ઉપરાંત તે વીડિયો કૉલ મારફત અન્ય આરોપીઓના સંપર્કમાં હતો. હરિયાણા પોલીસની મદદથી ઝડપી પાડવામાં આવેલા ગોગાલિયાને ભિવાની કોર્ટમાં હાજર કરીને તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અભિનેતા સલમાન ખાન પર હુમલાના કાવતરાનો પર્દાફાશ: ચાર પકડાયા

ઉલ્લેખનીય છે કે પનવેલ શહેર પોલીસે સોશિયલ મીડિયા ગ્રૂપમાંથી મહત્ત્વની માહિતી મેળવ્યા બાદ ચાર આરોપી ધનંજય તપેસિંહ, ગૌરવ ભાટિયા, વસ્પી ખાન ઉર્ફે વસીમ ચિકના અને રિઝવાન ખાન ઉર્ફે જાવેદ ખાનની ધરપકડ કરી હતી. આ ટોળકીએ સલમાન ખાનના ફાર્મ હાઉસ સહિત શૂટિંગના સ્થળોએ રૅકી કરી હોવાનું બહાર આવ્યું હતું.

સંબંધિત લેખો

Back to top button