કોલકાતામાં વધુ એક દુષ્કર્મની ઘટના બની, શિક્ષણના ધામમાં વિદ્યાર્થીએ યુવતી સાથે કરી ક્રૂરતા

કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ફરી એકવાર જાતીય શોષણની એક ઘટના પ્રકાશમાં આવી છે. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ ફરી એક વિદ્યાર્થિની પર દુષ્કર્મ થયું છે. આ ઘટના કોલકાતાના જોકા વિસ્તારમાં આવેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) માં બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે છોકરીનું જાતીય શોષણ થયું છે તે તે સંસ્થાની વિદ્યાર્થિની નથી, પરંતુ આરોપી સંસ્થામાં મેનેજમેન્ટ કોર્સના બીજા વર્ષની વિદ્યાર્થીની છે. આખરે પશ્ચિમ બંગાળમાં કાયદાનો કોઈને ડર છે કે નહીં? આવી રીતે દીકરીઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે, તેમ છતાં તંત્ર તપાસ મામલે પાછીપાની કેમ કર્યું છે?
મિત્રો સાથે મળીને યુવતીને પીંખી નાખી
આ સમગ્ર કેસમાં દુષ્કર્મના આરોપીની ધરપકડ કરીને હરિદેવપુર પોલીસ સ્ટેશનમાં વધારે તપાસ માટે લઈ જવામાં આવ્યો છે. કેસની પ્રાથમિક તપાસમાં છોકરીને તેના મિત્રએ સંસ્થામાં બોલાવી હતી. તેને ખાવા માટે નશીલા પદાર્થો આપવામાં આવ્યા હતા. જ્યારે તે બેભાન થઈ ગઈ, ત્યારે તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. હોશમાં આવ્યા પછી, છોકરી સંસ્થા છોડીને ઠાકુર પુકુર પોલીસ સ્ટેશન ગઈ હતી.
પીડિતાએ હરિદેવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ઠાકુર પુકુર પોલીસ સ્ટેશનમાંથી યુવતેને IIMC હરિદેવપુર પોલીસ સ્ટેશન મોકલી દેવામાં આવી, જ્યાં તેણે ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદ નોંધ્યા પછી, પોલીસ અધિકારીઓ સંસ્થામાં પહોંચ્યા અને તેના મિત્ર સહિત ઘણા લોકોની પૂછપરછ કરી છે. આ પહેલા પણ એક દુષ્કર્મની ઘટના બની હતી. કોલકાતાની લો કોલેજમાં 24 વર્ષીય કાયદાની વિદ્યાર્થિની પર ગેંગરેપ થયો હતો. આ ઘટના કોલેજ કેમ્પસના ગાર્ડ રૂમમાં બની હતી.
આરોપીઓએ પીડિતાને માર મારી વીડિયો પણ બનાવેલો
તે કેસમાં મુખ્ય આરોપી મનોજીત મિશ્રા જે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના વિદ્યાર્થી શાખાનો સભ્ય છે. અન્ય ત્રણ આરોપીઓમાં પ્રમીત મુખર્જી, ઝૈબ અહેમદ અને સુરક્ષા ગાર્ડ પિનાકી બેનર્જી પણ સામેલ છે. આરોપીઓએ ગેંગરેપ કરતી વખતે પીડિતાને માર માર્યો હતો અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. જો તેણી કોઈને કહેશે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ગેંગરેપની ફરિયાદ નોંધાયાના 12 કલાકની અંદર કોલકાતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. અત્યારે કેસની તપાસ ચાલી રહી છે. આ તપાસ પૂર્ણ થયા તે પહેલા જ ફરી એક દુષ્કર્મની ઘટના બની છે.
આ પણ વાંચો…કોલકાતા ગેંગરેપ કેસ: પોલીસે ક્રાઈમ સીનનું રિક્રિએશન કરાવ્યું, કોલેજ શરુ કરવા કોર્ટમાં અરજી