બિહારમાં વધુ એક પુલ તૂટ્યો
બિહારના સિવાનના દારુંડા બ્લોકના રામગઢામાં ગંડક નહેર પર બનેલો નાનો પુલ તૂટી પડ્યો હોવાની માહિતી મળી છે. થોડા દિવસો પહેલા બિહારના અરરિયામાં એક પુલ ધરાશાયી થયો હતો. આ પુલ બનાવવા માટે અંદાજે 12 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. બિહારમાં અવારનવાર નાના મોટા પુલ તૂટી પડવાના બનાવ બનતા હોય છે જેને કારણે પૈસાનું તો પાણી થાય જ છે ઉપરાંત લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. બિહારમાં થાંભલા ધોવાઇ જવાને કારણે અનેક પુલ તૂટી પડ્યાના દાખલા બન્યા છે.
સિવાનમાં પણ કેનાલ પર બનેલા પુલનો એક જ પિલર હતો અને તે જ પિલર ધોવાઈ જવાને કારણે બ્રિજ તૂટી પડ્યો હતો.
અરરિયા જિલ્લાના સિક્તિ બ્લોક વિસ્તારમાં એક પુલ સંપૂર્ણપણે નદીમાં ડૂબી ગયો હતો. આ પુલ અરરિયાના પડકિયા ઘાટ પર બનાવવામાં આવ્યો હતો. બકરા નદી પર બનાવવામાં આવેલા આ પુલના નિર્માણમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
Also Read: Jagannath Rath Yatra 2024: ક્યારે નીકળશે ઓડીશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો મહત્વ
વીડિયોમાં લોકોને એવું કહેતા પણ સાંભળી શકાય છે કે બ્રિજ બન્યાને એક વર્ષ પણ નથી થયું. આ ઘટના બાદ લોકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર અને ખાતાકીય બેદરકારીના કારણે આ બ્રિજ તૂટી પડ્યો છે. બ્રિજની કિંમત 12 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
Also Read: UGC-NET પેપરને લઇને સીબીઆઈનો મોટો ખુલાસો, ડાર્ક નેટનો ઉપયોગ કરી 6 લાખ સુધીમાં વેચાયા પેપર
પાદરિયા બ્રિજના ત્રણ પિલર નદીમાં વહી ગયા, જેના કારણે પુલ તૂટી ગયો હત જ્યારે આ પુલ બનાવવામાં આવ્યો ત્યારે પમ તેની સામે સંકટ ઊભું થયું હતું. પ્રથમ વખત પુરના કારણે નદીનો કાંઠો ધોવાઈ ગયો હતો, ત્યારબાદ નદીને કાંઠા સાથે જોડવા માટે 12 કરોડના ખર્ચે પુલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વિભાગીય બેદરકારી અને અનિયમિત કામગીરીના કારણે મંગળવારે બકરા નદીમાં પુલ ડૂબી ગયો હતો. હવે રાજ્ય સરકાર આ અંગે તકેદારીના શું પગલાં લે છે તે જોવું રહ્યું.