ટોપ ન્યૂઝનેશનલ

I.N.D.I.A ગઠબંધનને વધુ એક ફટકોઃ સમાજવાદી પાર્ટીએ કરી મોટી જાહેરાત

નવી દિલ્હી/લખનઊઃ લોકસભાની ચૂંટણીને લઈ વિપક્ષી સહિત સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પોતાનો વ્યાપ વધાર્યો છે, જેમાં સૌથી પહેલા બિહારમાં ‘ઓપરેશન લોટસ’ પાર પાડ્યું છે. એનાથી I.N.D.I.A ગઠબંધનને સૌથી મોટો ફટકો પડ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાં વિપક્ષી ગઠબંધનને સમર્થન આપનારી સમાજવાદી પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટે અત્યારથી પોતાના ઉમદેવારો જાહેર કરીને સૌને ચોંકાવી નાખ્યા છે.

લોકસભાની ચૂંટણી પૂર્વે વિપક્ષી ગઠબંધન (I.N.D.I.A.)માંથી એક પછી એક પાર્ટી વિભાજિત થઈ રહી છે. પશ્ચિમ બંગાળમાંથી મમતા બેનરજી (ટીએમસી), ભગવંત માન (આમ આદમી પાર્ટી-પંજાબ), નીતીશ કુમાર (જનતા દળ-યુનાઈટેડ) પછી હવે અખિલેશ યાદવની પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસની આગેવાની હેઠળના I.N.D.I.A. ગઠબંધનમાં એક પછી એક પાર્ટીની વિકેટ પડી રહી છે, જેમાં સીટની વહેંચણીની વાતચીત વચ્ચે સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશની લોકસભાની 16 બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવને મેનપુરીથી ટિકિટ આપવામાં આવી છે. હાલમાં ડિમ્પલ યાદવ તો સાંસદ છે, જ્યારે ધર્મેન્દ્ર યાદવને બદાયુથી ચૂંટણી લડશે. સમાજવાદી પાર્ટીએ સંભલથી શફીકુરરહમાન બર્કથી ટિકિટ આપી છે. લખનઊથી રવિદાસ મેહરોત્રા, સપાએ કોંગ્રેસ અને આરએલડીએ 11 અને સાત સીટ આપવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ સમાજવાદી પાર્ટી તરફથી લોકસભાના ઉમદેવારોની પહેલી યાદી બહાર આવી છે. આરએલડી અને કોંગ્રેસ બંને પાર્ટીએ અત્યાર સુધીમાં ગઠબંધનમાં સીટના એલાન કરવા મુદ્દે કોઈ સ્થિતિ સ્પષ્ટ કરી નથી.

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મતભેદો જોવા મળ્યા હતા. 17 નવેમ્બર 2023ના રોજ યોજાયેલી મધ્ય પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ 6 બેઠક માટે અખિલેશ યાદવ સાથે યુતિ કરવાનો ઇનકાર કર્યો હતો.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કમલનાથે પણ મીડિયા સામે વાંધાજનક ટિપ્પણી કરી હતી. સપાને સીટ આપવાનો ઇનકાર કરતી વખતે તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ અખિલેશ-વકિલેશને ઓળખતા નથી. ત્યારબાદ સમાજવાદીની છાવણીમાં તેમના પ્રત્યે નારાજગી વધી હતી, ત્યારે અખિલેશ યાદવે સ્પષ્ટ કહ્યું હતું કે ભવિષ્યમાં આ અંગે મુશ્કેલીઓ આવી શકે છે.

સૌથી મહત્ત્વની બાબત એ છે કે આજે 16 ઉમેદવારની જાહેરાત કર્યા બાદ અખિલેશ યાદવે કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી યુપીમાં ગઠબંધનનો નિર્ણય પોતાની રીતે લેશે. અખિલેશ યાદવે યુપીમાં લોકસભાની એંસીમાંથી 11 સીટ કોંગ્રેસને આપવાની ઓફર કરી છે. હવે આ મુદ્દે તમને જણાવી દઈએ કે 2019માં કોઈ ગઠબંધન નહીં થવાને કારણે સમાજવાદી પાર્ટીએ અમેઠી અને રાયબરેલીથી શિષ્ટાચાર પ્રમાણે ચૂંટણી લડી નહોતી.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે યુપીમાં બમ્પર સીટો જીતી હતી. ભાજપે 80માંથી 62 બેઠકો જીતી હતી. સમાજવાદી પાર્ટીને માત્ર 5 બેઠકો મળી છે. આ સિવાય બસપાએ 10 બેઠકો જીતી હતી. તે જ સમયે, કોંગ્રેસને માત્ર એક બેઠક (રાયબરેલી) મળી હતી, જ્યારે અપના દળને બે બેઠકો મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…