15મી ઓગસ્ટથી ટોલ ટેક્સમાં મોટો ફેરફાર, એન્યુઅલ FASTag પાસનું પ્રી-બુકિંગ કરો બે મિનિટમાં… | મુંબઈ સમાચાર

15મી ઓગસ્ટથી ટોલ ટેક્સમાં મોટો ફેરફાર, એન્યુઅલ FASTag પાસનું પ્રી-બુકિંગ કરો બે મિનિટમાં…

આવતીકાલે 15મી ઓગસ્ટના સ્વતંત્રતાના દિવસે દેશભરમાં ટોલ ટેક્સને લઈને મહત્ત્વનો નિયમ બદલાવવા જઈ રહ્યો છે. આવતીકાલથી એન્યુઅલ ફાસ્ટેગ પાસ શરૂ થઈ જાય છે. આને કારણે હાઈવે અને એક્સપ્રેસવે પર સફર કરનારા ટોલ ચૂકવવામાં સરળતા રહેશે. આ નવા નિયમ બાદ યુઝર્સ રિચાર્જ કે બેલેન્સની ચિંતા કર્યા વિના સરળતાથી પ્રવાસ કરી શકશે. એન્યુઅલ ફાસ્ટેગ પાસ યુઝ કર્યા બાદ ટોલ પાર કરવાની પ્રોસેસ વધુ ઝડપી બની જશે.

એન્યુઅલ ફાસ્ટેગ પાસના ઉપયોગથી સમયની બચત અને ટ્રાફિક જામમાં કમી આવશે. આ સમયગાળો એક વર્ષનો છે. આ પાસ ખરીદવા માટે 3000 રૂપિયા ચૂકવવા પડશે. તમારી જાણ માટે કે એન્યુઅલ ફાસ્ટેગ પાસની પ્રી-બુકિંગ શરૂ થઈ ગઈ છે અને તમે રાજયાત્રા એપ પરથી બે જ મિનિટમાં ફ્રી બુકિંગ કરી શકો છો. ચાલો જાણીએ શું છે બુકિંગની પ્રોસેસ…

શું છે આ રાજમાર્ગ યાત્રા એપ?

એન્યુલ ફાસ્ટેગ પાસનું પ્રી-બુકિંગ કઈ રીતે કરી શકાય એ જાણીએ કે સમજીએ એ પહેલાં આ રાજમાર્ગ યાત્રા એપ શું છે જાણીએ. તમારી જાણ માટે કે રાજમાર્ગ યાત્રા નામની એપ એ એ ખૂબ જ કામની એપ્લિકેશન છે, જેમાં તમે તમારી તમામ જરૂરી માહિતીને સ્ટોર કરી રાખી શકો છો.

કઈ રીતે કરશો એન્યુઅલ ફાસ્ટેગ પાસની પ્રી-બુકિંગ?

15મી ઓગસ્ટથી શરૂ થઈ રહેલાં એન્યુઅલ ફાસ્ટેગ પાસ માટે તમે આજથી જ પ્રી-બુકિંગ કરી શકો છો. જેના વિશે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ-
⦁ સૌથી પહેલાં તો રાજયાત્રા એપ ડાઉનલોડ કરી લો અને આ એપમાં લોગઈન કરી લો
⦁ એપમાં લોગઈન કર્યા બાદ એન્યુઅલ ફાસ્ટેગ પાસનું ઓપ્શન સિલેક્ટ કરો
⦁ હવે વાહનનો પ્રકાર, રજિસ્ટ્રેશન નંબર અને બીજી મહત્ત્વની માહિતી ભરો
⦁ આ માહિતી ભર્યા બાદ તમારે પેમેન્ટ કરવું પડશે
⦁ એક વખત તમે પેમેન્ટ કરી દેશો એટલે તમને કન્ફર્મેશન મેસેજ અને ડિટેલ એપમાં મળશે
⦁ બસ 15મી ઓગસ્ટ એટલે કે આવતીકાલથી તમે આ પાસનો ઉપયોગ કરી શકશો

આ રીતે પણ પ્રી-બુકિંગ કરી શકશો

જો તમને રાજમાર્ગ યાત્રા નામની એપ પરથી તમારે એન્યુઅલ ફાસ્ટેગ પાસ બુક ના કરાવવો હોય તો તમે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે NHAIની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને પણ તમારા પાસનું પ્રી-બુકિંગ કરી શકો છો.

આ પણ વાંચો…15 ઓગસ્ટથી FASTag આપશે બમ્પર ઓફર, એન્યુઅલ પાસ શરૂ કરાશે…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button