નવી દિલ્હી: છેલ્લા ઘણા મહિનાઓથી ખાદ્યપદાર્થોમાં ભેળસેળ, નબળી ગુણવત્તા, ગેરમાર્ગે દોરનારી પેકેજિંગ માહિતી અને અનહાઈજેનીક ફૂડ પ્રેક્ટીસના કેસોમાં વધારો થયો છે. એવામાં મંગળવારે રજુ કરવામાં આવેલા બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે દેશમાં ખાદ્ય સુરક્ષા (Food safety in India)ની સ્થિતિને સુધારવા માટે 100 એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (NABL)ની સ્થાપના કરવામાં આવશે.
ખાદ્ય સુરક્ષા પર વધુ ધ્યાન આપવા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ખોરાકની ગુણવત્તા અને શુદ્ધતાને સુનિશ્ચિત કરવા માટે લગભગ 100 ટેસ્ટીંગ લેબોરેટરી અને 100 સ્ટ્રીટ ફૂડ હબ સ્થાપવાની ભલામણ કરી છે.
યોગ્ય ખાદ્ય સુરક્ષા ઇકોસિસ્ટમને સુનિશ્ચિત કરવા સાથે, ઓથોરિટીએ 206 નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (NABL) નું નેટવર્ક બનાવ્યું છે. આ લેબોરેટરીમાં દેશ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ એકત્રિત કરવામાં આવેલા ખાદ્યપદાર્થોના નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવે છે.
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા ભારતીય ખાદ્ય સામગ્રીઓ ભેળસેળ અંગે ચેતવણી જાહેર કરી હતી. કેટલીક ભારતીય મસાલા બ્રાન્ડ્સના ઉત્પાદનોમાં ઇથિલિન ઓક્સાઇડ જેવા કાર્સિનોજેનિક સંયોજનો મળી આવ્યા હતા.
અગાઉ મેગીમાં MSG જેવા પદાર્થો વાપરતા હોવાનું જાણમાં આવ્યું હતું અને નેસ્લેના લોકપ્રિય બેબી ફૂડ, સેરેલેકમાં વધુ પડતી સુગરનો ઉપયોગ થતો હોવાનો પણ ખુલાસો થયો હતો.
ભારતમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સલામતીને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મંગળવારે કરાયેલી જાહેરાત ગ્રાહકો માટે રાહતરૂપ બનશે.
Also Read –