મુંબઈ : શેરના વેચાણથી શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન પર ટેક્સ 15 ટકા થી વધારીને 20 ટકા અને લોંગ ટર્મ સેલ પર 10 ટકા ના બદલે 12.5 ટકાના દરે ટેક્સ વસૂલવાની બજેટની(Budget) જાહેરાત હજુ પણ શેરબજારમાં(Share Market)જોવા મળી રહી છે. બજેટના દિવસે લાલ નિશાનમાં બંધ થયા બાદ આજે પણ બજાર નબળું ખુલ્યું.
બજારમાં વધુ નબળાઈ આવશે તો મોટો ઘટાડો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 117.20 પોઈન્ટ ઘટીને 80,311.84 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 35.75 પોઈન્ટની નબળાઈ સાથે 24,443.30 પોઈન્ટ પર પહોંચી ગયો છે. બજારના જાણકારોનું કહેવું છે કે જો બજારમાં વધુ નબળાઈ આવશે તો મોટો ઘટાડો થઈ શકે છે.
માર્કેટ લગભગ 1248 પોઇન્ટ તૂટી ગયું હતું
બજેટમાં સરકારે સરકારે કેપિટલ ગેઇન્સ અને ટ્રેડિંગ ડેરિવેટિવ્સ પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ રજૂ કરતા મંગળવારે ભારતીય શેરબજારોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને એક સમયે માર્કેટ લગભગ 1248 પોઇન્ટ તૂટી ગયું હતું, જે ત્યાર બાદ ધીમે ધીમે સુધારા તરફી આવ્યું હતું અને 600 પોઇન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું હતું.
ટેક્સ વધારીને 12.50 ટકા કરવામાં આવ્યો છે
બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સ વધારીને 12.50 ટકા કરવામાં આવ્યો છે. જે પહેલા 10 ટકા હતો. NSE નિફ્ટી 50 અને S&P BSE સેન્સેક્સ લગભગ 1 ટકા ઘટીને અનુક્રમે 24,225 અને 79,984 પર ટ્રેડ કરતો હતો. ભારતીય રૂપિયો પણ અમેરિકી ડૉલરની સરખામણીમાં 83.69ના રેકોર્ડ નીચા સ્તરે આવી ગયો હતો.
Also Read –