કેજરીવાલના રાજીનામા અંગે અન્ના હજારેએ પણ આપી મોટી પ્રતિક્રિયા
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા પછી રાજકીય ગરમાવો વધ્યો છે, જેના અંગે ભારતીય જનતા પાર્ટીની પ્રતિક્રિયા સાથે જાણીતા સમાજસેવક અન્ના હજારેએ પણ જવાબ આવ્યો છે. અન્ના હજારેએ કહ્યું હતું કે મેં પહેલાથી અરવિંદ કેજરીવાલને રાજકારણમાં જવાની મનાઈ કરી હતી. અન્ના હજારેએ કહ્યું હતું કે મેં પહેલા કેજરીવાલને જણાવ્યું હતું કે રાજકારણમાં જઈશ નહીં. સમાજની સેવા કરીશ તો મોટો માણસ બનીશ. વર્ષો સુધી અમે લોકો સાથે હતા અને એ વખતે વારંવાર તેને કહ્યું હતું કે રાજકારણમાં જવું જોઈએ નહીં. સમાજસેવા આનંદ આપે છે. આનંદમાં વધારો કરે પણ એને વાત માની નહીં અને આજે નહોતું થવાનું એ થઈ રહ્યું છે એના દિલમાં શું વાત છે એ વાત શું ખબર પડે, એમ હજારેએ જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ રવિવારે કહ્યું કે આમ આદમી પાર્ટી (આપ) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બે દિવસ પછી દિલ્હીના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપીને "ઇમોશનલ કાર્ડ"ની ચાલ ચાલી છે. બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ દાવો કર્યો હતો કે, 'તેઓ રાજીનામું આપવાનું નાટક કરી રહ્યા છે કારણ કે કોર્ટે તેમને (એક્સાઇઝ પોલિસી 'કૌભાંડ') કેસમાં નિર્દોષ છોડ્યા નથી, પરંતુ તેમને શરતી જામીન આપ્યા છે, જેથી તેઓ મુખ્યપ્રધાનના નામ પર માત્ર એક ‘મંત્રી’ બનીને રહી ગયા છે. આબકારી નીતિ 'કૌભાંડ' કેસમાં તિહાર જેલમાંથી જામીન પર છૂટ્યાના બે દિવસ પછી આપના રાષ્ટ્રીય કન્વીનરે કહ્યું કે તેઓ બે દિવસ પછી રાજીનામું આપશે અને દિલ્હીમાં વહેલી ચૂંટણીની માંગ કરશે.તેમણે વચન આપ્યું હતું કે જ્યાં સુધી લોકો તેમને 'ઈમાનદારીનું પ્રમાણપત્ર' નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્યપ્રધાનની ખુરશી પર બેસશે નહીં. કેજરીવાલના આ નિર્ણયને 'પીઆર એક્સરસાઇઝ અને નાટક' ગણાવતા પૂનાવાલાએ આક્ષેપ કર્યો હતો કે અરવિંદ કેજરીવાલની જાહેરાત તેમની પત્ની સુનીતા કેજરીવાલને મુખ્યપ્રધાન બનાવવાની તેમની યોજનાનો એક ભાગ છે. તેમણે કહ્યું, 'અરવિંદ કેજરીવાલે આપત્તિને અવસરમાં બદલવામાં પીએચડી કર્યું છે.' આપ કાર્યકર્તાઓને સંબોધતા કેજરીવાલે કહ્યું કે તેઓ આગામી થોડા દિવસોમાં પાર્ટીના ધારાસભ્યોની બેઠક કરશે અને પાર્ટીનો કોઇ નેતા મુખ્યપ્રધાનનું પદ સંભાળશે. દિલ્હીના મુખ્યમંત્રી પર નિશાન સાધતા પૂનવાલાએ કહ્યું, 'તેમણે બે દિવસનો સમય લીધો છે કારણ કે તેમની આખી યોજના તેમની પત્ની સુનીતા કેજરીવાલને દિલ્હીના મુખ્યપ્રધાન બનાવવાની છે.' ભાજપના નેતાએ આરોપ લગાવ્યો હતો કે તેમનો (કેજરીવાલ) ઉદ્દેશ્ય દિલ્હીમાં મનમોહન સિંહ જેવી સિસ્ટમ બનાવવાનો છે, જેમ કે (પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ) સોનિયા ગાંધીએ કર્યું હતું.' તેમણે કહ્યું કે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં કેજરીવાલના નેતૃત્વ હેઠળના પાર્ટીના 'જેલ કા બદલા વોટ' અભિયાન છતાં લોકોએ દિલ્હીની તમામ લોકસભાની સાત બેઠકો પર આપ અને કોંગ્રેસની હાર સુનિશ્ચિત કરી હતી.
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા પછી રાજકીય ગરમાવો વધ્યો છે, જેના અંગે ભારતીય જનતા પાર્ટીની પ્રતિક્રિયા સાથે જાણીતા સમાજસેવક અન્ના હજારેએ પણ જવાબ આવ્યો છે. અન્ના હજારેએ કહ્યું હતું કે મેં પહેલાથી અરવિંદ કેજરીવાલને રાજકારણમાં જવાની મનાઈ કરી હતી.
અન્ના હજારેએ કહ્યું હતું કે મેં પહેલા કેજરીવાલને જણાવ્યું હતું કે રાજકારણમાં જઈશ નહીં. સમાજની સેવા કરીશ તો મોટો માણસ બનીશ. વર્ષો સુધી અમે લોકો સાથે હતા અને એ વખતે વારંવાર તેને કહ્યું હતું કે રાજકારણમાં જવું જોઈએ નહીં. સમાજસેવા આનંદ આપે છે. આનંદમાં વધારો કરે પણ એને વાત માની નહીં અને આજે નહોતું થવાનું એ થઈ રહ્યું છે એના દિલમાં શું વાત છે એ વાત શું ખબર પડે, એમ હજારેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલે કર્યું સીએમ પદ પરથી રાજીનામુ આપવાનું એલાન
ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ રવિવારે કહ્યું કે આમ આદમી પાર્ટી (આપ) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બે દિવસ પછી દિલ્હીના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપીને “ઇમોશનલ કાર્ડ”ની ચાલ ચાલી છે. બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ દાવો કર્યો હતો કે, ‘તેઓ રાજીનામું આપવાનું નાટક કરી રહ્યા છે કારણ કે કોર્ટે તેમને (એક્સાઇઝ પોલિસી ‘કૌભાંડ’) કેસમાં નિર્દોષ છોડ્યા નથી, પરંતુ તેમને શરતી જામીન આપ્યા છે, જેથી તેઓ મુખ્યપ્રધાનના નામ પર માત્ર એક ‘મંત્રી’ બનીને રહી ગયા છે.
આબકારી નીતિ ‘કૌભાંડ’ કેસમાં તિહાર જેલમાંથી જામીન પર છૂટ્યાના બે દિવસ પછી આપના રાષ્ટ્રીય કન્વીનરે કહ્યું કે તેઓ બે દિવસ પછી રાજીનામું આપશે અને દિલ્હીમાં વહેલી ચૂંટણીની માંગ કરશે.તેમણે વચન આપ્યું હતું કે જ્યાં સુધી લોકો તેમને ‘ઈમાનદારીનું પ્રમાણપત્ર’ નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્યપ્રધાનની ખુરશી પર બેસશે નહીં.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલ પછી કોણ…ભાજપે આક્ષેપ કર્યો છે કે…
કેજરીવાલના આ નિર્ણયને ‘પીઆર એક્સરસાઇઝ અને નાટક’ ગણાવતા પૂનાવાલાએ આક્ષેપ કર્યો હતો કે અરવિંદ કેજરીવાલની જાહેરાત તેમની પત્ની સુનીતા કેજરીવાલને મુખ્યપ્રધાન બનાવવાની તેમની યોજનાનો એક ભાગ છે. તેમણે કહ્યું, ‘અરવિંદ કેજરીવાલે આપત્તિને અવસરમાં બદલવામાં પીએચડી કર્યું છે.’
આપ કાર્યકર્તાઓને સંબોધતા કેજરીવાલે કહ્યું કે તેઓ આગામી થોડા દિવસોમાં પાર્ટીના ધારાસભ્યોની બેઠક કરશે અને પાર્ટીનો કોઇ નેતા મુખ્યપ્રધાનનું પદ સંભાળશે. દિલ્હીના મુખ્યમંત્રી પર નિશાન સાધતા પૂનવાલાએ કહ્યું, ‘તેમણે બે દિવસનો સમય લીધો છે કારણ કે તેમની આખી યોજના તેમની પત્ની સુનીતા કેજરીવાલને દિલ્હીના મુખ્યપ્રધાન બનાવવાની છે.’
ભાજપના નેતાએ આરોપ લગાવ્યો હતો કે તેમનો (કેજરીવાલ) ઉદ્દેશ્ય દિલ્હીમાં મનમોહન સિંહ જેવી સિસ્ટમ બનાવવાનો છે, જેમ કે (પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ) સોનિયા ગાંધીએ કર્યું હતું.’ તેમણે કહ્યું કે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં કેજરીવાલના નેતૃત્વ હેઠળના પાર્ટીના ‘જેલ કા બદલા વોટ’ અભિયાન છતાં લોકોએ દિલ્હીની તમામ લોકસભાની સાત બેઠકો પર આપ અને કોંગ્રેસની હાર સુનિશ્ચિત કરી હતી.