ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને આવતીકાલે અમેરિકાથી દિલ્હી લવાશેઃ બાબા સિદ્દીકી હત્યા કેસનો છે મુખ્ય આરોપી

નવી દિલ્હી-મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વ વિધાનસભ્ય બાબા સિદ્દીકીની હત્યા કેસના મુખ્ય આરોપી ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને આવતીકાલે ભારત લાવવામાં આવશે. બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબર 2024ની રાત્રે ત્રણ શૂટરે ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં બે ગોળી છાતીમાં વાગતાં બાબા સિદ્દીકીનું લીલાવતી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
આ ગોળીબાર ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈએ કરાવ્યો હતો. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ડિપોર્ટ કર્યો છે. એનઆઈએ તેના પર દસ લાખ રુપિયાનું ઈનામ જાહેર કર્યું હતું એ અનમોલ બિશ્નોઈ આવતીકાલે દિલ્હી પહોંચશે.
આપણ વાચો: સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા! જ્યોર્જિયા અને અમેરિકાથી બે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરની ધરપકડ
ઝિશાન સિદ્દીકીને આવ્યો ઈ-મેલ
અનમોલ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ છે. બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ અનમોલ બિશ્નોઈ મુખ્ય કાવતરાખોર હોવાની માહિતી મુંબઈ પોલીસે વિશેષ અદાલતમાં આપી હતી.
આ કેસમાં અનમોલ બિશ્નોઈ ફરાર આરોપી દર્શાવાયો હતો. જોકે, આ ઘટનાના બે મહિનામાં અનમોલ બિશ્નોઈને યુએસ ખાતે તાબામાં લેવાયો હતો, જેથી તે યુએસની જેલમાં હતો. હવે અનમોલ બિશ્નોઈને આવતીકાલે દિલ્હી લાવવામાં આવશે.
સવારે 10 વાગ્યે દિલ્હી પહોંચવાના અહેવાલને લઈ એરપોર્ટની સુરક્ષામાં વધારો કર્યો છે. ઉપરાંત, ત્યાં કાયદેસરની કાર્યવાહી પૂરી કરવામાં આવશે. ત્યાર પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પછી સંબંધિત એજન્સી કસ્ટડીમાં લેવામાં આવશે.
આપણ વાચો: અમેરિકામાં લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈની ધરપકડ; NIA એ જાહેર કર્યું છે 10 લાખનું ઈનામ…
અનમોલના નામે 32થી વધુ ગુના નોંધાયેલા છે
દિલ્હી એરપોર્ટ ખાતે દિલ્હી પોલીસની અનેક ટીમ હાજર રહેશે. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અનમોલ બિશ્નોઈની સામે દેશમાં 32થી વધુ ગુના નોંધાયેલા છે, જેમાં 20 કેસ તો રાજસ્થાનમાં છે. વિવિધ કેસમાં અપહરણ, હત્યાની કોશિશ સહિત ટાર્ગેટ કિલિંગનો સમાવેશ થાય છે. સૌથી પહેલા કઈ એજન્સી કસ્ટડીમાં લેશે એનો નિર્ણય પણ કેન્દ્ર સરકાર પણ લઈ શકે છે.
બાબા સિદ્દીકી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા સત્તાવાર રીતે દેશનિકાલ કરવામાં આવ્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ NCP નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય ઝિશાન સિદ્દીકીના પિતા ઝીશાન સિદ્દીકીને ઇમેઇલ દ્વારા આ માહિતી આપી છે.
DHS દ્વારા મોકલવામાં આવેલા ઈમેઇલમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે અનમોલ બિશ્નોઈને 18 નવેમ્બર, 2025ના અમેરિકાની ધરતી પરથી સત્તાવાર રીતે દેશનિકાલ કરવામાં આવ્યો છે. લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈને ફેબ્રુઆરી મહિનામાં યુએસ ઇમિગ્રેશન વિભાગ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો હતો.
તે અમેરિકામાં છુપાયેલો હતો અને ભારતમાં ગુનાહિત પ્રવૃત્તિઓનું કાવતરું ઘડવામાં સક્રિય હતો. હવે યુએસ ઇમિગ્રેશન વિભાગની કાર્યવાહી બાદ અનમોલ બિશ્નોઈને ટૂંક સમયમાં ભારતીય તપાસ એજન્સીને સોંપવામાં આવશે. સુરક્ષા અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી તે ભારત પરત ફરશે.
આપણ વાચો: લૉરેન્સ બિશ્નોઈ ગેંગના 7 શૂટર્સને દિલ્હી પોલીસે ઝડપ્યા, તપાસમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા
ઝિશાન સિદ્દીકીની પ્રતિક્રિયા
પિતાની હત્યામાં અનમોલ બિશ્નોઈની સંડોવણી હોવાનું સામે આવતા NCP નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય ઝિશાન સિદ્દીકીએ અનમોલ બિશ્નોઈની ધરપકડ અને પ્રત્યાર્પણ માટે અમેરિકન વિભાગોનો સંપર્ક કર્યો હતો ત્યારે હવે અનમોલ બિશ્નોઈને ભારત મોકલવાની તૈયારી ચાલી રહી છે.
અનમોલ બિશ્નોઈના ભારત પાછા ફરવા અંગે બાબા સિદ્દીકીના પુત્ર ઝિશાન સિદ્દીકીએ મીડિયાને જણાવ્યું કે, “મેં અને મારા પરિવારે અમેરિકાના તમામ વિભાગોનો સંપર્ક કર્યો છે. આજે, અમને અમેરિકા તરફથી અનમોલ બિશ્નોઈ અંગે એક ઈમેલ મળ્યો હતો.
તેમાં કહેવામાં આવ્યું હતું કે, અનમોલ બિશ્નોઈને અમેરિકાની ધરતી પરથી દેશનિકાલ કરવામાં આવ્યો છે. જો તે અહીં આવી રહ્યો છે, તો આપણે સતર્ક રહેવું જોઈએ અને તેને મુંબઈ લાવવો જોઈએ. આપણે તેની પૂછપરછ કરવી જોઈએ.”



