અંજુએ ડિવોર્સ માંગ્યા અરવિંદે ના પાડી, નસરુલ્લાએ કહ્યું કે જો તે ગર્ભવતી હોત તો…

નવી દિલ્હી: અંજુ ઉર્ફે ફાતિમા પાકિસ્તાનથી ભારત આવ્યા બાદ પોતાના બાળકો સાથે સમય વિતાવી રહી છે. જો કે તેને પાકિસ્તાનથી આવતાની સાથે જ તેના પતિ અરવિંદ પાસેથી છૂટાછેડાની માંગણી કરી હતી. પરંતુ અરવિંદે છૂટાછેડાના દસ્તાવેજો પર સહી કરવાનો ઇનકાર કરી રહ્યો છે. પાકિસ્તાનમાં બેઠેલો અંજુ ઉર્ફે ફાતિમાનો પતિ નસરુલ્લા પણ આ બાબતથી ચિંતિત છે. અને એટલે તે ભારત આવવાની તૈયારી કરી રહ્યો છે.
નસરુલ્લાહનું કહેવું છે કે તે કોઈપણ રીતે ભારત આવશે અને તેના માટે અરજી કરી છે. તેણે કહ્યું હતું કે અંજુ ભારતમાં એકલી પડી ગઈ છે અને તે તેને આ રીતે જોઈ શકતો નથી. સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે જો અંજુ ગર્ભવતી હોત તો તેણે તેને પાકિસ્તાનથી પરત ભારત મોકલી જ ના હોત. તેને હંમેશા તેની ચિંતા રહે છે.
રાજસ્થાનના ભીવાડીની રહેવાસી અંજુ તેના બે બાળકો અને પતિને છોડીને તેના પ્રેમી નસરુલ્લાહ સાથે રહેવા પાકિસ્તાન ગઈ હતી. આ સાથે તે લાઇમલાઇટમાં આવી હતી. પાકિસ્તાનમાં નસરુલ્લા સાથે લગ્ન કર્યા અને ધર્મ પરિવર્તન કર્યું અને તે લગભગ 5 મહિના જેટલો સમય પાકિસ્તાનમાં તેના બીજા પતિ સાથે પણ રહી ચૂકી છે.
ત્યારે આ સમય દરમિયાન તેણે કહ્યું કે તે તેના બાળકો માટે ભારત આવવા માંગે છે અને ભારત આવી તરત જ તેને તેના પહેલા પતિ સામે ડિવોર્સની અરજી કરી હતી. પરંતુ તેનો પતિ કોઇપણ સંજોગોમાં સહી કરવા તૈયાર થતો નથી. હાલમાં તે પોતાના બંને બાળકો સાથે દિલ્હીમાં ભાડાના મકાનમાં રહે છે. અરવિંદનું કહેવું છે કે કોર્ટમાં તે પોતાનું સ્ટેન્ડ એટલું જોરદાર રીતે રજૂ કરશે કે બાળકો ભવિષ્યમાં તેની સાથે જ રહેશે અને જ્યાં સુધી બાળકો નહી મળે તે ડિવોર્સ નહી આપે.