નેશનલવેપાર

અનિલ અંબાણીની આ કંપનીએ ચૂકવી યસ બેંકની સંપૂર્ણ લોન, શેરના ભાવમાં આવ્યો ઉછાળો

મુંબઇ : રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરધારકો માટે સારા સમાચાર છે. જેમાં અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે સોમવારે જાહેરાત કરી હતી કે તેણે યસ બેંકે આપેલી 273 કરોડ રૂપિયાની લોનનું વ્યાજ સહિતનું સેટલમેન્ટ કરી લીધું છે. આ લોન રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સંપૂર્ણ માલિકીના એકમ જેઆર ટોલ રોડ પ્રાઇવેટ લિમિટેડ પર હતી. સોમવારે બીએસઇ પર રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર 379 રૂપિયાના ઉંચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં 41 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

સંપૂર્ણ બાકી રકમ ચૂકવવામાં આવી

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે સેબીને ફાઇલિંગમાં જણાવ્યું છે કે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે, કોર્પોરેટ ગેરંટર તરીકે જેઆર ટોલ રોડ પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને યસ બેંકને સંપૂર્ણ બાકી રકમ ચૂકવી દીધી છે. સોમવારે બીએસઇ પર યસ બેંકના શેર 19.91 રૂપિયાના ઊંચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે.

રિલાયન્સ ઇન્ફ્રાના શેરના ભાવ એક વર્ષમાં 77 ટકા થી વધુ ઉછળ્યા

છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર 77 ટકાથી વધુ ઉછળ્યા છે. અનિલ અંબાણીની મુખ્ય કંપનીના શેર 24 જૂન, 2024 ના રોજ 213.35 રૂપિયા પર હતા. 23 જૂન, 2025 ના રોજ કંપનીના શેર 379 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે.

રિલાયન્સ ઇન્ફ્રાનો ઓલટાઇમ હાઈ ભાવ 421 રૂપિયા રહ્યો

જો આપણે છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં 977 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. 26 જૂન, 2020 ના રોજ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર 35.15 રૂપિયા પર હતા. 23 જૂન, 2025 ના રોજ કંપનીના શેર 379 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં કંપનીના શેર 317 ટકા વધ્યા છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરનું 52-અઠવાડિયાનું ઉચ્ચ સ્તર 421 રૂપિયા છે. જ્યારે કંપનીના શેરનું 52-અઠવાડિયાનું નીચું સ્તર 169.75 રૂપિયા છે.

આ પણ વાંચો…ભારતીય મનોરંજન ઉદ્યોગ 100 બિલિયન સુધી પહોંચવા માટે તૈયાર: રિલાયન્સના મુકેશ અંબાણી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button