હવે Anil Ambani આ બિઝનેસમાં ઝંપલાવશે?

ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના મોટા પુત્ર મુકેશ અંબાણી અને તેના પરિવાર વિશે રોજ કંઈને કંઈ લખાય છે, પરંતુ નાના પુત્ર અનિલ અંબાણી લાઈમલાઈટથી દૂર રહે છે. અનિલ અંબાણી બિઝનેસમાં પણ એટલી સફળતા મેળવી શક્યા નથી ત્યારે હવે તેમની કંપની એક નવા સેક્ટરમાં નસીબ અજમાવવા જઈ રહી હોવાના અહેવાલો છે.
અનીલની કંપની Reliance Infrastructure EV એટલે કે ઈલેક્ટ્રોનિક વાહનો બનાવવાનો વિચાર કરી રહી છે. આ માટે તેમણે EV માટે જાણીતી કંપની BYDના એક ભૂતપૂર્વ અધિકારીને હાયર કર્યા છે.
આ પણ વાંચો: દેવામાં ડૂબેલા અનિલ અંબાણીને મળશે 4,000 કરોડ રૂપિયા, જાણો ક્યાંથી આવશે આટલા પૈસા?
અહેવાલો જણાવે છે કે અનિલની કંપની આ માટેનો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરી રહી છે. ખાસ કરીને કેટલા નાણા રોકવા, ફેક્ટરી ક્યા ઊભી કરવી વગેરે બાબતોનો અભ્યાસ કરવા માટે સલાહકાર નિમ્યા છે.
આ ફેક્ટરીનું શરૂઆતી વાર્ષિક ઉત્પાદન આશરે 2.5 લાખ યુનિટ હોઈ શકે છે. આ સાથે Reliance Infrastructure 10 ગીગાવોટ કલાક (GWh)ની ક્ષમતાવાળી બેટરી બનાવવા માટે ફેક્ટરી શરૂ કરે તેવી ક્ષમતા પણ છે.
મોદી સરકારે ઈવી પોલિસી બનાવી છે અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી EVની તરફદારી કરે છે. સરકાર 2030 સુધીમાં કુલ ઓટોમોબાઈલ વેચાણમાં EVનો હિસ્સો વધારીને 30 ટકા કરવાની ઈચ્છા ધરાવે છે.
આ પણ વાંચો: અનિલ અંબાણીના હાથમાંથી નીકળી જશે આ ત્રણ કંપની….. ખરીદનાર કોણ છે તે જાણો…
જોકે હજુ ઈલેક્ટ્રિક કાર કે વ્હીકલ લોકોમાં જોઈએ તેવું લોકપ્રિય થયું નથી. ગયા વર્ષે દેશમાં લગભગ 42 લાખ કારનું વેચાણ થયું હતું. આમાં ઇલેક્ટ્રિક કારનો હિસ્સો બે ટકાથી ઓછો હતો. દેશના ઇવી માર્કેટમાં ટાટા મોટર્સ પ્રથમ સ્થાન ધરાવે છે. આ માર્કેટમાં તેનો લગભગ 70 ટકા હિસ્સો છે. અન્ય ઓટોમોબાઈલ કંપનીઓ પણ આ સેક્ટરમાં ઝંપલાવી રહી છે. વધુમાં મુકેશ અંબાણીની Reliance Industry EV માટે બેટરી બનાવવાનું ટેન્ડર મેળવી ચૂકી છે. આ બધાને ધ્યાનમાં લેતા અનિલ અંબાણીનું આ સાહસ કેટલું ફાયદાકારક પુરવાર થશે તે તો તે જ જાણે છે.