નેશનલ

રામ મંદિરના ઉદ્ઘાટનમાં આમંત્રણ ન મળતા ગુસ્સે થયા સંજય રાઉત કહ્યું કે…

મુંબઈ: નવા વર્ષની શરૂઆતમાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન થવાનું છે. ત્યારે આ સમય દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પીએમ મોદી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા મોટા દિગ્ગજ નેતાઓને આમંત્રણ આપ્યું છે. પરંતુ ઘણા રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું નથી, જેમાંથી એક શિવસેનાના ઉદ્ધવ ઠાકરે છે તેમને પણ આમંત્રણ મળ્યું નથી. જેના કારણે શિવસેનાના સાંસદ સંજય રાઉત ગુસ્સે ભરાયા હતા અને કહ્યું હતું કે શિવસેનાને રામ મંદિરના ઉદ્ઘાટન માટે કોઈ આમંત્રણ મળ્યું નથી અને તેઓએ ઉદ્ધવ ઠાકરેને પણ આમંત્રણ આપ્યું નથી.

સંજય રાઉતે જણાવ્યું હતું કે તેણે બાળા સાહેબ ઠાકરે હોત તો તેમને પણ આમંત્રણ આપ્યું ન હોત, કારણ કે કેટલાક પક્ષોને રામમંદિરનો શ્રેય લેવો છે. જ્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં શિવસેનાનો મોટો ફાળો છે.

બાળાસાહેબ ઠાકરેનું પણ ઘણું યોગદાન હતું. એટલે અમને તે નહી જ બોલાવે પરંતુ જો ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જશે તો બાળાસાહેબ ઠાકરે અને શિવસેના ખુશ થશે. આ ઉપરાંત રાઉતે કહ્યું હતું કે ભગવાન શ્રી રામ દરેકના છે, કોઈ રાજકીય પક્ષ કે નેતાનો વારસો નથી, કેટલાક પક્ષોને તેમનું રાજકીય કાર્ય કરવા દો, પછી અમે ધાર્મિક તહેવાર ઉજવીશું. તેમજ જે પણ લોકોએ કોઈ યોગદાન કર્યું નથી તેમને અમે ક્યારેય બોલાવીશું નહીં કારણ કે અમારું યોગદાન ઘણું મોટું છે.

રામ મંદિર કોઈની અંગત જાગીર નથી, અયોધ્યામાં રામ મંદિર હોવું આપણા માટે ગર્વની વાત છે, પરંતુ અમે આ બાબાત પર ક્યારેય મત નહી માંગીએ. અને બાદમાં જઈશું અને રામલાલના દર્શન પણ કરીશું.

આ ઉપરાંત સાંસદ સંજય રાઉતે કહ્યું કે ગઈ કાલે જે કંઈ પણ થયું, આખી સરકાર વિપક્ષને ખતમ કરવામાં વ્યસ્ત છે, પછી તે ગૃહ પ્રધાન હોય, વડા પ્રધાન હોય કે અન્ય કોઈ પ્રધાન, તેઓ રાજ્યસભા લોકસભામાંથી વિપક્ષ મુક્ત સાંસદો બનાવવા માંગે છે અને તેમાં જ વ્યસ્ત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button