નેશનલ

દહેરાદૂન હત્યાકાંડ: શશિ થરૂરે એન્જલ ચકમાની હત્યાને ગણાવી ‘રાષ્ટ્રીય શરમ’, જાતિવાદ મુદ્દે ઉઠાવ્યા સવાલ…

નવી દિલ્હી: દહેરાદૂનમાં ત્રિપુરાના વિદ્યાર્થી એન્જલ ચકમાની હત્યા કરવામાં આવી તેના પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના વરિષ્ઠ સાંસદે શશિ થરૂરે આ ઘટનાને રાષ્ટ્રીય શરમ અને ભારતીય સમાજની પોતાની વિવિધતાનો આદર કરવામાં નિષ્ફળતા ગણાવી હતી. થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનો આક્રોશ વ્યક્ત કરી અપીલ કરી કે કોઈ પણ ભારતીયને પોતાના જ દેશમાં વિદેશી જેવી અનુભૂતિ ન થવી જોઈએ. શશિ શરૂર પોતાના મુક્ત વિચારો માટે હંમેશા મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર રહે છે.

માત્ર દુઃખદ ઘટના નહીં, રાષ્ટ્રીય શરમ છે

એક્સ પર પોસ્ટ કરતા શશિ થરૂરે લખ્યું કે, ત્રિપુરાનો યુવાન વંશીય ભેદભાવનો શિકાર બન્યો. તેને ‘ચાઇનીઝ’ અને ‘મોમો’ જેવા અપમાનજનક શબ્દોથી બોલાવવામાં આવ્યો અને અંતે તેની હત્યા કરવામાં આવી. આ માત્ર હિંસાની ઘટના નથી, પરંતુ સમાજની અજ્ઞાનતા, પૂર્વાગ્રહ અને વિવિધતાનો આદર ન કરવાની વિચલિત માનસિકતાનું પરિણામ છે. જેની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં જાતિવાદ વધી રહ્યો હોવાનો પણ શશિ થરૂરે આરોપ લગાવ્યો છે. આ ઘટનાને ચોંકાવનારી અને શરમજનક ગણાવી છે. થરૂરે પૂર્વોત્તર ભારત પોતાને સમૃદ્ધ સંસ્કૃતિ, ભાષાઓ અને પરંપરાઓ સાથે ભારતીય ઓળખનો કેન્દ્રિય ભાગ ગણાવ્યો છે.

આ પણ વાંચો…ઉત્તરાખંડમાં BSF જવાનના દીકરાને ‘ચાઈનીઝ’ કહી રહેંસી નાખ્યો: પોલીસ પર ગંભીર આરોપ

માત્ર એક હેડલાઈન તરીકે ના જોવામાં આવે!

આ કેસમાં માત્ર કોર્ટ દ્વારા જ નહીં, પરંતુ દેશના દરેક લોકો દ્વારા એન્જલના ન્યાય માટે માંગણી કરવામાં આવી તેવું જણાવ્યું હતું. હત્યાની આ ઘટનાને માત્ર આંકડો ના ગણવો જોઈએ. દરેક ભારતીયે આ એન્જલને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવો જોઈએ. શશિ થરૂરે મીડિયાને પણ અપીલ કરી છે કે, આ ઘટનાને માત્ર એક હેડલાઈન તરીકે ના જોવામાં આવે! દરેક ભારતીયોએ શિક્ષણ, સહાનુભૂતિ અને સુધારા માટે આંદોલનનું સ્વરૂપ લેવું જોઈએ. શાળામાં પણ દરેક ભારતીય સમાજના ઇતિહાસ અને સંસ્કૃતિઓ વિશે બાળકોને શીખવવું જોઈએ.

એન્જલની પિતાએ કોના પર આક્ષેપ કર્યો?

મૃતક એન્જલ ચકમાના પિતા તરુણ ચકમા અત્યારે BSFમાં છે અને મણિપુરમાં પોતાની સેવા આપી રહ્યાં છે. તેમણે આરોપ લગાવતા કહ્યુ કે, આ હુમલા દરમિયાન તેમના દીકરાને ‘ચાઇનીઝ’ કહી જાતિવાદી ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

આ હુમલાની ઘટનાને વંશીય ન ગણી શકાય?

આ કેસમાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ કહ્યું કે, આ હુમલાની ઘટનાને વંશીય ન ગણી શકાય! મજામાં કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીને ખોટી રીતે દર્શાવવામાં આવી રહી છે. તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, એન્જલ પર હુમલો કરનાર યુવક પણ તે જ રાજ્યનો હોવાના કારણે આ હુમલાને વંશીય ના ગણી શકાય. એટલું જ નહીં પરંતુ મૃતકના ભાઈએ પણ સ્પષ્ટ કર્યું છે કે, તેના ભાઈ પર વંશીય હુમલો નથી કરવામાં આવ્યો! પોલીસે પણ સ્પષ્ટ કર્યું છે કે, આ ઘટના વંશીય ટિપ્પણીની શ્રેણીમાં આવતી નથી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button