Android યુઝર્સની કોલિંગ સ્ક્રીન બદલાઈ, જાણો ગૂગલે કેમ લાવ્યું નવી અપડેટ?

Android Calling App Update: એન્ડ્રોઈડ મોબાઈલમાં સમયાંતરે અવનવા અપડેટ આવતા રહે છે. અપડેટની સાથોસાથ અવનવા ફિચર્સ પણ મળતા રહે છે. તાજેતરમાં એન્ડ્રોઈડ મોબાઈલમાં એક નવી અપડેટ આવી છે. જેણે કોલિંગ એપનો ઈન્ટરફેસ બદલી નાખ્યો છે. કોલિંગ એપમાં આવેલી આ અપડેટથી કયા નવા ફિચર્સ ઉમેરાયા છે? આવો જાણીએ.
યુઝર્સને મળશે કોન્ટેક્ટ પર્સનલાઈઝ્ડ કરવાનો વિકલ્પ
ગૂગલે કરોડો એન્ડ્રોઈડ યુઝર્સની કોલિંગ એપ અપડેટ કરી નાખી છે. જે યુઝર્સને કોલિંગ એપમાં ઘણા વ્યક્તિગત ફેરફાર કરવાનો વિકલ્પ આપે છે. જેમાં કોલિંગ કાર્ડનું ફિચર મુખ્ય છે. આ ફિચર યુઝર્સને પોતાના કોન્ટેક્ટમાં ફોટો અને કોલ દરમિયાન દેખાતા ફોન્ટ વગરેને વ્યક્તિગત રીતે બદલવાની સુવિધા આપે છે. યુઝર્સ પોતાની મરજી પ્રમાણેની કોલિંગ સ્ક્રીન પણ પસંદ કરી શકે છે.
પહેલા ઇનકમિંગ કોલ આવવા પર ઘણા યુઝર્સનો ફોન ડિક્લાઈન થઈ જતો હતો. આ સમસ્યાથી યુઝર્સને બચાવવા માટે સ્વાઈપ કરીને કોલ રિસિવ કરવાની સાથોસાથ વન ટન કોલ પિકનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ગૂગલે તેમાં સ્વાઈપ અપ અથવા ડાઉનનો વિકલ્પ પણ આપ્યો છે.
અમુક કંપનીના મોબાઈલમાં જ દેખાશે અપડેટ
નવા અપડેટ બાદ કોન્ટેક્ટને એક નેવિગેશન બારમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. યુઝર્સના ફેવરેટ કોન્ટેક્ટ્સ ઉપરની બાજુ એક સિન્ગલ ટેબમાં દેખાવા લાગ્યા છે. જ્યારે રિસેન્ટ કન્વર્સેશન અથવા કોલવાળો વિકલ્પ એક કન્ટેનર બોક્સમાં દેખાવા લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ બદલાવ ઓપો, રિયલમી, એમઆઈ અથવા અન્ય બ્રાન્ડના પર્સનલાઈઝ્ડ યુઝર ઇન્ટરફેસવાળા યુઝર્સના મોબાઈલ એપમાં જ જોવા મળી રહ્યો છે. જેને લોકો સોશિયલ મીડિયા પર શેર પણ કરી રહ્યા છે અને નવી અપડેટ સાથેનો પોતાના અનુભવો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો…જો ભારતમાં ભૂકંપ આવે તો Android પર આવશે એલર્ટ, ફટાફટ ઓન કરી લો આ સેટિંગ…