કુર્નૂલ બસ અકસ્માતનું કારણ શું હતું? આ સીસીટીવી વીડિયોએ જણાવી સાચી હકીકત | મુંબઈ સમાચાર
નેશનલ

કુર્નૂલ બસ અકસ્માતનું કારણ શું હતું? આ સીસીટીવી વીડિયોએ જણાવી સાચી હકીકત

કુર્નૂલઃ કુર્નૂલમાં શુક્રવારે એક બસ દુર્ઘટનામાં 20 લોકોનું કરૂણ મોત થયું હતું. બસમાં લાગેલી આગના કારણે મુસાફરો જીવતા ભડથું થયાં હતાં. આ દુર્ઘટના પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં અકસ્માતનું સાચુ કારણ જાણવા મળી રહ્યું છે.

આ સીસીટીવી વીડિયોના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ જ બાઇકને બસે અડફેટે લીધું હતું અને બસમાં આગ લાગી હતી. અકસ્માત થયો તેની થોડીક ક્ષણો પહેલા આ બાઈક એક પેટ્રોલ પંપ પર જોવા મળ્યું હતું. અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું હતું.

આપણ વાંચો: હરિયાણા બસ દુર્ઘટનાઃ પ્રિન્સિપાલ સહિત ત્રણની ધરપકડ, તપાસ માટે સમિતિ નીમી

બાઈક ચાલક શિવશંકર દારૂના નશામાં દેખાયો

પેટ્રોલ પંપના સીસીટીવી વીડિયોમાં બાઈક ચાલક શિવશંકર દારૂના નશામાં દેખાઈ રહ્યું છે. જેના કારણે બસ અકસ્માત માટે બાઈલ ચાલક જવાબદાર હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. 24 ઓક્ટોબરના રોજ સવારે 02:22 વાગ્યાના સીસીટીવી ફૂટેજમાં પેટ્રોલ પંપ પર મોટરસાઇકલ પર બે માણસો દેખાય છે.

પોલીસ દ્વારા આ સીસીટીવી ફૂટેજની પુષ્ટિ કરવામાં આવી નથી. આ ઘટના કુર્નૂલ બસ અકસ્માતની ઘટનાઓના ક્રમ સાથે મેળ ખાતી હોય તેવું લાગે છે, કારણ કે પોલીસે જણાવ્યું હતું કે તે શુક્રવારે સવારે 02:30-03:00 વાગ્યાની આસપાસ બની હતી.

આપણ વાંચો: માલી બસ દુર્ઘટનામાં ૩૧નાં મોત

જિલ્લાના ઉલિંડકોંડા પોલીસે તપાસ હાથ ધરી

પોલીસ કાર્યવાહીની વાત કરવામાં આવે તો, બેંગલુરૂ જઈ રહેલી આ ખાનગી બસના બે ડ્રાઈવરો સામે બેદરકારી અને વધુ ઝડપે બસ ચલાવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. બસમાં આગ લાગી તેના કારણે 20થી વધારે લોકો જીવતા ભડથું થયાં હતાં.

આ દુર્ઘટનામાં જે લોકોનો જીવ બચી ગયો તેમાંના રમેશ નામના વ્યક્તિએ કરેલી ફરિયાદના આધારે કુર્નૂલ જિલ્લાના ઉલિંડકોંડા પોલીસ તપાસ કરી રહી છે. આ સીસીટીવી વીડિયોની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. આખરે કોની બેદરાકારીના કારણે આ અકસ્માત સર્જાયો તેની યોગ્ય તપાસ થવી અનિવાર્ય છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button