Tirupati Templeમાં આગની ઘટના, રાહત અને બચાવ કાર્ય શરૂ
તિરૂપતિ : આંધ્રપ્રદેશના પવિત્ર યાત્રાધામ તિરૂપતિ મંદિરમાં(Tirupati Temple)આગ લાગવાની માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં આગ લાડવાના પ્રસાદ કાઉન્ટર નજીક આગ લાગી હતી. જેના પગલે શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી હતી. આ આગ લાગવાનું કારણ કમ્પ્યુટર સાથે જોડાયેલ યુપીએસમાં શૉટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. જોકે, આ આગ લાગવાની સાથે જ મંદિર સત્તાવાળાઓ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડને જાણ કરતાં ઘટના સ્થળે આવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
8 જાન્યુઆરીના રોજ પણ દુર્ઘટના ઘટી હતી ઉલ્લેખનીય છે કે, તિરૂપતિ મંદિરમાં આ પૂર્વે 8 જાન્યુઆરીના રોજ પણ એક દુર્ઘટના ઘટી હતી. જેમાં તિરૂપતિમાં વૈંકુઠ દ્વાર દર્શન ટિકિટ સેન્ટર પાસે નાસભાગ મચી હતી. આ દુર્ઘટનામાં 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ શ્રદ્ધાળુઓ તિરૂપતિમાં 10 દિવસના વિશેષ દર્શન માટે ટોકન મેળવવા લાઇનમાં ઊભા હતા. જો આ દુર્ઘટના બાદ મંદિર સત્તાવાળાએ સાવચેતીના ભાગરૂપે હાઇ એલર્ટ જાહેર કર્યું હતું.
મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાનું વળતર જોકે, આ દુર્ઘટના બાદ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ અકસ્માત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાનું વળતર અને એક પરિવારને નોકરી આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ ગંભીર દુર્ઘટનાની ન્યાયિક તપાસના આદેશ પણ આપ્યા હતા.