Andhra Pradesh કોંગ્રેસના નેતા D Srinivas નું હ્રદયરોગના હુમલાથી નિધન
હૈદરાબાદ: આંધ્રપ્રદેશ(Andhra Pradesh) કોંગ્રેસના(Congress)ભૂતપૂર્વ પ્રમુખ ડી શ્રીનિવાસનું (D Srinivas) શનિવારે અવસાન થયું. તેઓ 76 વર્ષના હતા. શ્રીનિવાસના પુત્ર અને નિઝામાબાદના સાંસદ ડી અરવિંદે તેમના નિધનની જાણકારી આપી. શ્રીનિવાસના પારિવારિક સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસના નેતા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. શ્રીનિવાસ 2004 અને 2009 વિધાનસભા અને સામાન્ય ચૂંટણી દરમિયાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા. તેઓ પૂર્વ મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીની કેબિનેટમાં મંત્રી પણ હતા. તેઓ કોંગ્રેસ છોડીને 2016માં BRS માં જોડાયા હતા અને 2016 થી 2022 સુધી રાજ્યસભાના સભ્ય હતા અને બાદમાં કોંગ્રેસમાં પાછા ફર્યા હતા.
આ પણ વાંચો: તેલંગાણાના ગૃહ પ્રધાને સ્ટેજ પર બધાની સામે જ તેમના સુરક્ષા રક્ષકને લાફો મારતો વિડીયો વાઇરલ
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શોક વ્યક્ત કર્યો
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી, રાજ્યના મંત્રીઓ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ શ્રીનિવાસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.ધર્મપુરી શ્રીનિવાસના પરિવારના જણાવ્યા અનુસાર તેઓ લાંબા સમયથી બીમાર હતા અને શનિવારે સવારે 3 વાગ્યે હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું હતું. શ્રીનિવાસને બે પુત્રો છે. તેમના મોટા પુત્ર સંજય નિઝામાબાદના મેયર રહી ચૂક્યા છે અને અરવિંદ નિઝામાબાદના વર્તમાન સાંસદ છે.
પ્રદેશ સમિતિના પ્રમુખ તરીકેની સેવાઓને યાદ કરી
તેલંગાણાના પરિવહન અને પછાત વર્ગ કલ્યાણ મંત્રી પોનમ પ્રભાકરે શ્રીનિવાસના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મંત્રી અને પ્રદેશ સમિતિના પ્રમુખ તરીકેની સેવાઓને યાદ કરી. પ્રભાકરે પાર્ટી સાથેના તેમના લાંબા જોડાણને યાદ કર્યું. તેમણે પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારના સભ્યોને હિંમત આપવા માટે ભગવાનને પ્રાર્થના કરી.