નેશનલ

આદિવાસીની આ વૃક્ષ વિશેની જાણકારીથી વન વિભાગ પણ અચંબિત, તમે પણ જૂઓ પાણીની ટાંકીવાળા આ વૃક્ષને

આંધ્ર પ્રદેશ: આપણા જંગલ અને હરિયાળીના ખરા રખેવાળ આપણા આદિવાસીઓ હોય છે. અમુક વૃક્ષો પોતાની અંદર પાણી સંગ્રહ કરે છે તેવા આદિવાસીઓના દાવાને સાચો પાડતો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો આંધ્ર પ્રદેશના Papikonda National Parkનો આ વીડિઓ છે, જેમાં કોંડા રેડ્ડી આદિવાસીએ એક મહાકાય વૃક્ષના થડમાં કુહાડી મારતા તેમાંથી પાણીના ફુવારા છૂટ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં બારે વાયરલ થયો છે અને આદિવાસી પ્રજાની વૃક્ષ અંગેની માહિતી અને કુદરતની આ કરામત જોઈ સૌ કોઈ રોમાંચ અનુભવી રહ્યા છે.

ગોદાવરી નદીના અહીંના નદીવિસ્તારમાં વસતા કોંડા રેડ્ડી આદિવાસીઓ પાપીકોંડા પહાડી વિસ્તારોનું જે જ્ઞાન ધરાવે છે, તે વન વિભાગને પણ કામ આવી રહ્યું છે. આંધ્ર પ્રદેશના વન વિભાગના અધિકારીઓ અલ્લુરી સિથારામા રાજૂ જિલ્લા (Alluri Sitharama Raju district)માં Indian laurel tree (Terminalia tomentosa) ભારતીય લૉરેલ વૃક્ષ વિશે સાંભળેલી વાતો સાચી છે કે નહીં તે પરિક્ષણ કરવા ગયા હતા. અહીંના આદિવાસીઓ દ્વારા કહેવામાં આવતું હતું કે ઉનાળા દરમિયાન આ વૃક્ષ પોતાની અંદર જ પાણીનો સંગ્રહ કરે છે.

નેશનલ પાર્કની નિયમિત મુલાકાતે જતા અહીંના અધિકારીએ આ વાત સાચી છે કે નહીં તેની ખાતરી કરવા ખાસ અરેજમેન્ટ કર્યા હતા. તેમણે જે જોયું તે જોઈ સૌ કોઈ આનંદ સાથે આશ્ચર્યમાં જ મૂકાઈ ગયા હતા. અધિકારીએ આ ઘટનાનો વિડિયો પણ શેર કર્યો છે. જે લોકો જોઈ નવાઈ પામી રહ્યા છે. ઉનાળાના ધખધખતા તાપ વચ્ચે આ વૃક્ષ પાણી સંગ્રહ કરી શકે છે. આ પાણીમાંથી એક અલગ પ્રકારની તીવ્ર ગંધ આવે છે અને તે સ્વાદમાં ખારું છે, તેમ પણ અધિકારીએ જણાવ્યું હતું.

આ વૃક્ષને આપણે સિલ્વર ઓક Silver Oak તરીકે ઓળખીયે છીએ અને તે લાખોની કિંમતનું હોય છે. જોકે આ વાતની જાણ વન અધિકારીને હોવાથી તેમણે આ વૃક્ષનું એક્ઝેટ લોકેશન શેર કર્યું નથી, જેથી તેને તસ્કરોથી બચાવી શકાય. તમે પણ જૂઓ વીડિયો. એક તો કુદરતની કમાલ અને બીજું આપણી આદિવાસી પ્રજાનું પૃથ્વીને સંતુલિત રાખવામાં, આપણા જંગલો બચાવવામાં કેટલું યોગદાન છે, તે પણ આ ઘટના પરથી સમજી શકાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button