અંબાણી પરિવારમાં ઉજવણી શરૂ, પીંક ઓરેન્જ ડિઝાઇનર લહેંગામાં રાધિકાએ લાઇમલાઇટ ચોરી લીધી | મુંબઈ સમાચાર

અંબાણી પરિવારમાં ઉજવણી શરૂ, પીંક ઓરેન્જ ડિઝાઇનર લહેંગામાં રાધિકાએ લાઇમલાઇટ ચોરી લીધી

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. આજે અંબાણી પરિવારે લગ્ન પહેલા કરવામાં આવતી ગુજરાતી વિધિ મામેરાનું આયોજન કર્યું હતું. આ ખાસ પ્રસંગ માટે અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. આ સમારોહના વીડિયો અને તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે, જેમાં નજીકના મિત્રો, પરિવારના સભ્યો અને બોલિવૂડની હસ્તીઓ જોવા મળી રહી છે.

મામેરુ સમારોહ માટે ખાસ જંગલ થીમનો રથ તૈયાર કરાવવામાં આવ્યો હતો. છોકરીના મામા ભેટ અને શુકન લઈને આવ્યા હતા.

આજના ખાસ પ્રસંગ માટે રાધિતા તેની માતાના ઘરેણામાં જોવા મળી હતી. રાધિકાના આજના વસ્ત્રો ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. સુંદર ગુલાબી અને નારંગી લહેંગા નીચે સોનેરી બોર્ડરનો આ લહેંગો રાધિકાની સુંદરતાને ચાર ચાંદ લગાવી રહ્યો છે. લહેંગા સાથે મેચિંગ પીળા, નારંગી અને ગુલાબી એવી મલ્ટીકલર ચોલી પહેરી હતી. બ્લાઉઝની સ્લીવ્ઝ પર સોનેરી રંગના બિડ્સ જડવામાં આવ્યા હતા, જેનાથી આ લહેંગા ચોલીનો ઉઠાવ વધુ આકર્ષક બન્યો હતો. રાધિકાએ કમર પર સોનાનો કમરબંધ અને કાનમાં મોટી બુટ્ટી અને તેના કાનમાં ભારે માંગ ટીક્કા પહેર્યા હતા અને વાળમાં પણ સોનાના આભૂષણ પહેર્યા હતા. આજના ફંક્શનમાં રાધિકા કોઇ અપ્સરાથી કમ નહોતી લાગતી.

આજના મામેરાના ફંક્શનમાં અનંત-રાધિકા ઉપરાંત આખો અંબાણી અને મરચન્ટ પરિવાર મોજમસ્તી કરતો જોવા મળ્યો હતો.

સંબંધિત લેખો

Back to top button