નેશનલસ્પેશિયલ ફિચર્સ

બ્રિટનની રાણીના નિવાસસ્થાનમાં થશે અનંત અંબાણી અને રાધિકાના લગ્ન!

મુંબઈ: હાલમાં જ જામનગરમાં અંબાણી કુટુંબ દ્વારા દીકરા અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની પ્રિ-વેડિંગ ઇવેન્ટ યોજવામાં આવી, જેમાં બોલીવુડના ટોચના સેલિબ્રિટીસ ઉપરાંત દેશ અને વિદેશના ઉદ્યોગપતિઓ તેમ જ ટોચના રાજકારણીઓએ પણ હાજરી પુરાવી હતી. જોકે, લગ્નમાં પહેલા જ આટલી ઝાકમઝાળ જોયા બાદ બધાને તાલાવેલી છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી જોવાની. લોકોના મનમાં એવી લાગણી છે કે જો પ્રિ-વેડીંગ આટલી ગ્રાન્ડ ઇવેન્ટ હતી તો પછી લગ્ન કેવા હશે.

આ પણ વાંચો:
Anant Ambani’s Birthday: જામનગરના ઉજવણી દરમિયાન સલમાન ખાને અનંત અંબાણી માટે ગીત ગાયું, જુઓ વિડીયો

જોકે, અનંતના લગ્ન વિશે પણ થોડી માહિતી બહાર આવવા લાગી છે અને મળેલી માહિતી મુજબ અનંત અને રાધિકા 529 કરોડ રૂપિયાની આલીશાન હોટેલમાં લગ્નગ્રંથિએ બંધાશે. જુલાઇ મહિનામાં આ લગ્ન યોજાશે અને આ લગ્નનો ભવ્ય સમારંભ લંડનમાં યોજવામાં આવશે તેવા અહેવાલ છે.

નીતા અંબાણી અને મુકેશ અંબાણી પોતાના લાડકા દીકરાના લગ્ન લંડનના સ્ટૉક પાર્ક એસ્ટેટમાં યોજવાના હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને આ ભવ્ય લગ્નના સમારંભની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું કહેવાય છે.


આ પણ વાંચો:
અનંતના લગ્ન ને પર્સનલ બ્રાન્ડિંગ

આ એસ્ટેટ 300 એકરમાં ફેલાયેલો છે અને તેમાં એક હોટેલ, એક ક્ધટ્રી ક્લબ અને એક સ્પા આવેલું છે. આ એસ્ટેટ 1066માં બનાવવામાં આવ્યું હતું અને 1760માં તેનું વિસ્તારીકરણ કરવામાં આવ્યું હતું. આ એસ્ટેટ અત્યંત ભવ્ય, સુંદર અને શિપ્લાકૃતિઓ તેમ જ તળાવોથી ભરેલું છે, જે તેને ઘણું જ રઢિયામણું બનાવે છે. આ ઉપરાંત અહીં એક ઐતિહાસિક ગાર્ડન પણ આવેલું છે.


હાલ આ એસ્ટેટ એક ફાઇવ સ્ટાર હોેટેલમાં ફેરવી નાંખવામાં આવ્યું છે જેમાં 49 લક્ઝ્યુરીયસ રૂમ્સ આવેલા છે. આ તમામ રૂમ્સમાં ખરા માર્બલના બાથરૂમ્સ છે અને હોટેલમાં ત્રણ હાઇ-એન્ડ રેસ્ટોરાં પણ આવેલી છે. ખાસ કરીને સ્પોર્ટ્સના રસિયાઓ આ હોટેલને ખૂબ પસંદ કરતા હોય છે. આ હોટેલમાં 4,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું એક જીમ અને ફિટનેસ સેન્ટર પણ આવેલું છે. ઇનડોર સ્વિમીગ પૂલ, 13 મલ્ટિ સરફેસ ટેનિસ કોર્ટ તેમ જ 27 હોલ્સ ધરાવતા ગોલ્ફ કોર્સ પણ છે. ઘણા ઓછા લોકો જાણે છે કે 1581માંં આ એસ્ટેટ ઇંગ્લેન્ડની રાણીનું નિવાસસ્થાન હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button