નેશનલ

અનંત-રાધિકાના ફંક્શનમાં બાળકોની સ્ટાઇલ જોઇ કે……

ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીના સૌથી નાના પુત્રના આ જુલાઈમાં લગ્ન થવાના છે. અનંત અને રાધિકાના લગ્ન જામનગર અને ઈટાલીમાં લગ્ન પહેલાના ભવ્ય અફેરને કારણે ઘણા સમયથી ચર્ચામાં છે. અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે. ગુરુવારે ચાર જૂનના રોજ જ મામેરુ સમારોહ યોજાયો હતો, જેમાં દેશના સૌથી ધનિક પરિવારના આ નાના બાળકોએ આ ફંક્શનમાં પોતાની સ્ટાઈલથી મોટા લોકોને માત આપી હતી.

આમ પણ અંબાણી પરિવારની વાત આવે એટલે તેમની દીકરી અને વહુના લુક પર બધાની નજર રહેતી જ હોય છે, પરંતુ, આ વખતે મામેરુ સમારોહમાં ઘરના 4 બાળકોએ લાઇમલાઇટ ચોરી લીધી હતી એમ કહીએ તો ખોટું નહીં હોય. મામેરુ સમારોહમાં અંબાણી પરિવાર કલર થીમ અનુસાર પોશાક પહેરીને પહોંચ્યો હતો. બધાની નજર અંબાણી પરિવારની વહુ અને દીકરીના કપડાં પર હતી, પણ પરિવારના નાના બાળકોએ આ ફંક્શનમાં પોતાની સ્ટાઈલથી મોટા લોકોને માત આપી હતી.

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના પુત્ર પૃથ્વીએ પોતાની ક્યુટ સ્ટાઇલથી લોકોના દિલ ચોરી લીધા હતા, તો ઈશા અંબાણીની પુત્રી આદિયા પણ હીરાનો હાર પહેરીને ગ્લેમ-બેસ્ટ દેખાતી હતી. વેદ અને કૃષ્ણની સ્ટાઈલમાં ક્યુટનેસ અનલિમિટેડ હતી.

વાત કરીએ અંબાણી પરિવારની સૌથી નાની અને આકાશ અંબાણી અને શ્લોકાની દીકરી વેદાની. વેદાએ પણ ગુલાબી અને નારંગી રંગના બાંધણી લહેંગા-ચોલી પહેરેલી જોવા મળી હતી. વેદાના વાળમાં ઓરેન્જ પીન લગાવવામાં આવી હતી.
ઈશા અંબાણી અને આનંદ પીરામલના જોડિયા બાળકો માંડ દોઢેક વર્ષના છે. કૃષ્ણાએ ઓરેન્જ કલરના કુર્તા-પાયજામા સાથે સ્ટાર્સથી શણગારેલું હાફ જેકેટ પહેર્યું હતું. ઇશાની દીકરી આદિયાએ તેના દાદા મુકેશ અંબાણી સાથે મેચિંગ લહેંગા-ચોલી પહેરી હતી.આદિયાએ હીરાનો હાર, નાની બિંદી, બંગડીઓ અને ગોલ્ડન સેન્ડલ સાથે લુક કંપ્લીટ કર્યો હતો.
આકાશ અને શ્ર્લોકાનો પુત્ર પૃથ્વી ભારે મસ્તીખોર છે. બાંધણીનો કુર્તા-પાયજામા પહેરીને પૃથ્વી ચાચુના લગ્નમાં પણ ધમાલ કરી રહ્યો હતો. તેણે તેના ભાઇ કૃષ્ણા સાથે મેચિંગ બ્રાઉન સેન્ડલ પહેર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button