નેશનલ

આનંદ મહિન્દ્રાએ મહિલા આર્મી ઓફિસરને કંઇક આવી રીતે બિરદાવી…..

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત ચૂરલમાલા ગામમાં નવા બનેલા બેઈલી બ્રિજની રેલિંગ પર ગર્વથી ઊભેલી ભારતીય સેનાની મહિલા અધિકારીનો ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

બ્રિજના નિર્માણ માટે જવાબદાર ભારતીય સેના એકમના એક માત્ર મહિલા અધિકારી મેજર સીતા અશોક શેલ્કેની તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મેજર શેલ્કે અને ભારતીય સૈન્યની ભરપૂર પ્રશંસા કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં નેટિઝનો તેમની બહાદુરી અને મિશન પ્રત્યેના અતૂટ સમર્પણની પ્રશંસા કરી રહ્યા છે.
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ મેજર સીતા અશોક શેલ્કેનો ફોટો શેર કર્યો હતો અને તેમને વાયનાડની “વન્ડર વુમન” ગણાવી હતી.

સોશિયલ મીડિયા એક્સ પર આનંદ મહિન્દ્રાએ લખ્યું હતું કે, “વાયનાડની વન્ડર વુમન. ડીસી સુપર હીરોની કોઈ જરૂર નથી. અમારી પાસે વાસ્તવિક જીવનમાં તેઓ અહીં છે.”

મેજર સીતા અશોક શેલ્કે મહારાષ્ટ્રના અહેમદ નગરના ગાડિલગાંવ ગામના રહેવાસી છે. બેંગલુરુના આર્મીના મદ્રાસ એન્જિનિયરિંગ ગ્રુપ (MEG)ની 70 સભ્યોની ટીમમાં તે એકમાત્ર મહિલા અધિકારી છે. મદ્રાસ એન્જિનિયર ગ્રૂપ (MEG) અને કેન્દ્રએ માત્ર 31 કલાકમાં પુલનું બાંધકામ પૂર્ણ કરવા માટે મોટા પ્રમાણમાં કાટમાળ, ઉખડી ગયેલા વૃક્ષો અને ઝડપથી વહેતી નદી પર કાબુ મેળવીને નોંધપાત્ર મક્કમતા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. મેજર સીતા અશોક શેલ્કેએ આ કાર્યમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેમના સૈનિકોના જૂથનું નેતૃત્વ કર્યું હતું. તેઓએ આ પ્રભાવશાળી સિદ્ધિ હાંસલ કરવા માટે ચોવીસ કલાક અથાક મહેનત કરી હતી.

પોતાની સિદ્ધિ પર મેજર શેલ્કેએ જણાવ્યું હતું કે, “હું મારી જાતને અહીં માત્ર મહિલા તરીકે માનતી નથી. હું એક સૈનિક છું. હું અહીં ભારતીય સૈન્યના પ્રતિનિધિ તરીકે છું અને આ બચાવ ટીમનો ભાગ હોવાનો મને ખૂબ જ ગર્વ છે.” બેઈલી બ્રિજના નિર્માણ અંગે તેમણે જણાવ્યું હતું કે, “આ કામમાં હું એકલી નહોતી. મારે તમામ સ્થાનિક સત્તાવાળાઓ, રાજ્યના અધિકારીઓ અને સ્થાનિકો, ગ્રામજનો સહિત વિવિધ સ્થળોએ અમને મદદ કરનાર દરેકનો આભાર માનવો જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ.. રાત્રે કરવામાં આવતી આ ભૂલોને કારણે વધે છે વજન 100 વર્ષ બાદ આટલી બદલાઈ જશે Indian Railway, ફોટો જોઈને ચોંકી ઉઠશો ભીંડાનું પાણી પીવાના ફાયદા