એક હાથી વાયનાડ ભૂસ્ખલનના પીડિતોનું દુઃખ સમજી ગયો, જાણો આ હૃદયસ્પર્શી કિસ્સો
વયનાડ: કેરળ વાયનાડમાં થેયલા ભૂસ્ખલન(Wayanad Landslide)ને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે, હજુ પણ 300 જેટલા લોકો લાપતા છે. કાટમાળ મીચે દટાયેલા લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચલવવામાં આવી રહ્યું છે, સમય વીતવાની સાથે દટાયેલા લોકોના જીવિત હોવાની સંભાવના ઓછી થઇ રહી છે. એવામાં વયનાડના ચુરમાલા(Chooralmala)માંથી ભૂસ્ખલનમાંથી બચી ગયેલા એક કુટુંબ અને તેમને એક હાથીએ આપેલા સહકારનો હૃદયસ્પર્શી કિસ્સો જાણવા મળ્યો છે. આ કિસ્સો માનવ-પ્રાણી સહઅસ્તિત્વ, કરુણા અને વન્યજીવોની સમજણની શક્તિનું ઉદાહરણ પૂરું પાડે છે.
એક અખબારના અહેવાલ મુજબ, ભૂસ્ખલનને કારણે ચૂરમાલા ગામના સુજાતા અનિનચિરા અને પરિવાર માટે આફત આવી પડી હતી, ભૂસ્ખલનને કારણે તેમના ઘર દટાઈ ગયા. ઘટનાને કરને સુજાતા, તેની પુત્રી સુજીતા, પતિ કુત્તન અને પૌત્રો સૂરજ (18) અને મૃદુલા (12) કાટમાળમાં દટાઈ ગયા હતા, પરંતુ બચીને નીકળવામાં સફળ થયા.
મુંડાક્કાઈ ખાતે હેરિસન્સ મલયાલમ ટી એસ્ટેટમાં 18 વર્ષથી ચા પીકર તરીકે કામ કરતી સુજાતાએ તેમની આ ઘટનાનું હૃદય દ્રાવક વર્ણન કર્યું હતું. જેને કહ્યું કે “સોમવારની સાંજે 4 વાગ્યાથી ભારે વરસાદ પડી રહ્યો હતો, હું રાત્રે 1.15 વાગ્યે જાગી ગઈ. થોડી જ વારમાં મેં એક મોટો અવાજ સાંભળ્યો અને અમારા ઘરમાં પાણી ઘુસી આવ્યું. ઘરની છત અમારા પર તૂટી પડી હતી, જેમાં મારી પુત્રી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હું ધરાશાયી થયેલી દીવાલમાંથી કેટલીક ઇંટો કાઢવામાં સફળ થઇ અને બહાર નીકળી.”
સુજાતા ધરાશાયી થયેલી દીવાલમાંથી કેટલીક ઇંટો કાઢીને ભાગવામાં સફળ રહી. તેણે તેની પૌત્રીને કાટમાળમાંથી રડતી સાંભળી, ખૂબ જ પ્રયત્નો બાદ તેને બહાર કાઢી. પરિવારના બાકીના સભ્યો પણ પોતાને બહાર કાઢવામાં સફળ થયા અને વહેતા પાણીમાંથી પસાર થયા, છેવટે નજીકના ટેકરી પર ચઢી ગયા.
ટેકરી પર પહોંચ્યા પછી પરિવારે જે દ્રશ્ય જોયું એનાથી સૌની કંપારી છૂટી ગઈ, એક વિશાળકાય નર હાથી અને બે માદા હાથીઓ થોડા ફૂટના અંતરે તેમની સામે ઉભા હતા. સુજાતા અને તેની પૌત્રી ડરના માર્યા એક ઝાડને વળગીને બેસી ગયા.
સુજાતાએ જણાવ્યું કે “એ ઘણો મુશ્કેલ સમય હતો, અને અમારાથી અડધો મીટર દૂર એક જંગલી હાથી ઊભો હતો. તે પણ ગભરાયેલો લાગતો હતો. મેં હાથીને વિનંતી કરી, કહ્યું કે અમે એક આફતમાંથી હમણાં જ બચીને આવ્યા છીએ અને અમેં તેને રાત્રે સૂવા દેવા માટે કહ્યું અને કોઈ અમને રેસ્ક્યુ કરવા આવે ત્યાં સુધી અહીં રેવા દેવા વિનંતી કરી.”
સુજાતાની વિનંતી સાંભળીને જાણે હાથીને તેમની દુર્દશાનો ખ્યાલ આવી ગયો હોય એમ, તેમને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના સ્થિર ઉભો રહ્યો.
સુજાતાએ કહ્યું કે “અમે હાથીના પગની ખૂબ જ નજીક હતા, પરંતુ તે અમારી દુર્દશાને સમજતો હોય તેવું લાગતું હતું. અમે સવારે 6 વાગ્યા સુધી ત્યાં રોકાયા, અને સવારે કેટલાક લોકો દ્વારા અમને રેસ્ક્યુ કરવામાં આવ્યા ત્યાં સુધી હાથીઓ પણ ત્યાં જ ઊભા હતા. સવાર પડતા મેં તેમની આંખોને ઉભરાતી જોઈ.”
X પર સ્ટોરી શેર કરતા, કોંગ્રેસના નેતા શશિ થરૂરે લખ્યું, “બેઘર ભૂસ્ખલન પીડિતોએ વેદના એક હાથીને જણાવી, જે તેમના માટે રડ્યો અને તેમને આખી રાત આશ્રય આપ્યો….”
Also Read –