નેશનલ

‘અમે નરકમાં જીવી રહ્યા છીએ…’ દિલ્હીના કોચિંગ સેન્ટરના એસ્પિરેન્ટે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો

દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં બનેલા બનાવ(Delhi Coaching centre) અંગે એસ્પિરેન્ટએ ભારતના મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચુડ (Chief Justice DY Chandrachud)ને પત્ર લખી તેમની વેદના વ્યક્ત કરી છે. પત્રમાં જવાબદાર અન્ય લોકો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસે હજુ નક્કી કર્યંછ નથી કે આ પત્રને અરજી તરીકે જોવામાં આવશે કે કેમ.

અવિનાશ દુબે નામના એસ્પિરેન્ટે રાજેન્દ્ર નગર અને મુખર્જી નગર જેવા વિસ્તારોમાં નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જ્યાંના રહેવાસીઓને વારંવાર ડ્રેનેજ સમસ્યાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “બેદરકારી” ને કારણે પૂરનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો: 3 નહીં, 8-10 લોકોના મોત, કોચિંગ અકસ્માત અંગે વિદ્યાર્થીઓનો શું દાવો છે?

પત્રમાં લખવામાં આવ્યું કે વરસાદને કારણે, ભોંયરામાં પાણી ભરાઈ ગયા અને ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો. સાહેબ, મુખર્જી નગર અને રાજેન્દ્ર નગર જેવા વિસ્તારો મહાનગરપાલિકાની બેદરકારીને કારણે દર વર્ષે ઘણા વર્ષોથી પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઘૂંટણ સુધી ગટરના પાણીમાં ચાલવું પડે છે… આજે અમારા જેવા વિદ્યાર્થીઓ નરક જેવું જીવન જીવીને (અમારી પરીક્ષાની) તૈયારી કરી રહ્યા છે.

પત્રમાં રાષ્ટ્રીય રાજધાનીના આ વિસ્તારોમાં નાળાઓના અયોગ્ય મેન્ટેનન્સ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી, જ્યારે વરસાદ હોય ત્યારે ત્યાંના રસ્તાઓ પર પાણી અને ગટરના પાણીથી ભરાઈ જાય છે. અમારા જેવા વિદ્યાર્થીઓ કોઈપણ રીતે અમારા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ ગઈકાલની ઘટનાએ સાબિત કર્યું કે વિદ્યાર્થીઓનું જીવન સુરક્ષિત નથી… દિલ્હી સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન અમને કીડા મકોડા જેવું જીવન જીવવા માટે મજબુર કર્યા છે.

આ પણ વાંચો: દિલ્હી કોચિંગ સેન્ટરમાં દુર્ઘટનાઃ રસ્તા પરનું પાણી બેઝમેન્ટમાં કઈ રીતે પહોંચ્યું, મંજૂરી વિના ચાલતી હતી લાઇબ્રેરી

પત્રમાં અવિનાશ દુબેએ અદાલતને વિનંતી કરી કે અધિકારીઓને પાણી ભરાઈ જવાની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા નિર્દેશ આપવામાં આવે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો…