નાગપુરથી બેંગલુરૂ જઇ રહેલી ફ્લાઇટમાં ઓચિંતા જ ઇમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કરી મુસાફરોની સુરક્ષા પર જોખમ ઉભું કરનાર પ્રવાસીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
પોલીસે કેસની માહિતી આપતા જણાવ્યું હતું કે સ્વપ્નીલ નામનો આ શખ્સ 30 સપ્ટેમ્બરે રાત્રે લગભગ 10 વાગ્યે નાગપુરથી બેંગલુરુ જઇ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યો હતો. તેને ઇમરજન્સી ગેટ પાસેની સીટ મળી હતી. વિમાનના ટેક ઓફ પહેલા કેબીન ક્રૂ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી હતી તે દરમિયાન જ આ પ્રવાસીએ ફ્લાઇટમાં ઇમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો.
રાત્રે 12 વાગ્યાની આસપાસ ફ્લાઇટ લેન્ડ થયા બાદ એરલાઇન સ્ટાફ દ્વારા પોલીસ ફરિયાદ કરાઇ હતી આ પ્રવાસીને પકડીને પોલીસ હવાલે કરી દેવામાં આવ્યો હતો. પોલીસે તેની થોડીઘણી પૂછપરછ કર્યા બાદ તેને જામીન પર છોડી મુકવામાં આવ્યો હતો.
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે…
Discover the 6 lucky signs on your palm that reveal hidden aspects of your destiny, wealth, success, and fortune in life. Explore palmistry insights now!