નેશનલ

દેવરિયા કાંડનો એક આરોપીની ધરપકડ કરવામાં આવી…

દેવરિયાઃ દેવરિયા જિલ્લાના ફતેહપુર ગામના લહેરા ટોલામાં થયેલા હત્યાકાંડમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ પહેલા દુબે અને તેના પરિવારના સભ્યોને ઈંટો, પથ્થરો અને લાકડીઓ વડે માર્યા ત્યારબાદ તેના પર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. તે પછી પણ જ્યારે સત્ય પ્રકાશ, તેમની પુત્રી સલોની અને પુત્ર ગાંધી બચી ગયા ત્યારે પ્રેમચંદ યાદવના ડ્રાઈવર નવનાથ મિશ્રા ઉર્ફે પટ્ટુએ ત્રણેયને રાઈફલથી ગોળી મારીને મારી નાખ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ પૂછપરછ દરમિયાન પટ્ટુએ જણાવ્યું હતું કે સત્ય પ્રકાશ દુબેના ઘરે પ્રેમચંદ યાદવની હત્યા બાદ કોઈએ ફોન દ્વારા પ્રેમચંદના પરિવારને આ બાબતની જાણ કરી હતી. પ્રેમચંદની હત્યાના સમાચાર મળતાજ લોકો દુબેના ઘર તરફ દોડી ગયા હતા. સત્ય પ્રકાશના મૃતદેહને જોઈને લોકો ઉશ્કેરાઈ ગયા હતા. અને તેમણે દુબે પરિવાર પર જે પણ હાથમાં આવ્યું તેનાથી હુમલો કર્યો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ પહેલા દુબેના પરિવારના સભ્યોને ઇંટો, પથ્થરો અને લાકડીઓ વડે માર્યા હતા. ત્યારબાદ ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સત્ય પ્રકાશની પત્ની અને નાની પુત્રીનું મોત થયું હતું.

2 ઓક્ટોબરના રોજ રૂદ્રપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેહપુર ગામના પાદરમાં જમીન વિવાદને લઈને જિલ્લા પંચાયતના સભ્ય પ્રેમચંદ યાદવની સત્ય પ્રકાશ દુબેના ઘરના દરવાજા પર હત્યા કરવામાં આવી હતી. ઉશ્કેરાયેલા પ્રેમચંદના પરિવારના સભ્યો અને સમર્થકોએ સત્ય પ્રકાશ દુબે, તેમની પત્ની, બે પુત્રીઓ અને એક પુત્ર સહિત પાંચ લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી.

આ ઘટનામાં બંને પક્ષના 33 નામના અને 50 અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. જેમાંથી 16 નામના અને ચાર અજાણ્યા આરોપીઓની પોલીસે બે દિવસ પહેલા ધરપકડ કરી હતી. શુક્રવારે નવનાથ મિશ્રા ઉર્ફે પટ્ટુ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આ ઘટનામાં પટ્ટુ નામનો આરોપી પણ છે. તેણે પ્રેમચંદની કાર ચલાવી હતી અને તેનો ગનર પણ હતો.
પોલીસ અધિક્ષક સંકલ્પ શર્માએ કહ્યું કે ઘટનાના દરેક મુદ્દાની ખૂબ જ બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની ટીમો ફરાર આરોપીઓને પકડવાની કામગીરી કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button