પંજાબમાં આમ આદમી પાર્ટીના નેતાની લગ્નમાં હત્યા: કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો…

અમૃતસર: પંજાબમાં કાયદો અને વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. અમૃતસરના વેરકા બાયપાસ પર મેરીગોલ્ડ રિસોર્ટમાં લગ્ન સમારોહ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ના સરપંચની બે ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી, આ હત્યાના કારણે કાયદો અને વ્યવસ્થા પર સવાલો થઈ રહ્યાં છે. લગ્નના આ કાર્યક્રમમાં જર્મલ સિંહ વલ્ટોહા પણ હાજર હતા. આ દરમિયાન બે લોકો આવ્યાં અને ગોળી મારીને ફરારા થઈ ગયાં હતા. ગોળી વાગતા કારણે જર્મલ સિંઘનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું.
હત્યારાઓએ જર્મલ સિંહને માથા પર બે ગોળીઓ મારી
સ્થાનિકોનું કહેવું છે કે, ભોજન ચાલુ હતું ત્યારે બહારથી આવેલા બે યુવાનોએ અચાનક પ્રવેશ કરી તેમના માથા પર બે ગોળીઓ ચલાવી દીધી હતી, જેથી જર્મલ સિંહ તરત જ જમીન પર પડ્યા અને તેમના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું. સત્વરે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટના અને અમૃતસર પોલીસ દ્વારા વિગતો આપવામાં આવી કે, હુમલાકાર બહારથી આવ્યા હતા અને તેમને ઓળખવાની કાર્યવાહી ચાલુ છે.

સરપંચ જર્મલ સિંહ પર આ પહેલાં પણ હુમલો થયો હતો
ડીસીપી જગજીત વાલિયાએ જણાવ્યું કે, તરનતારન જિલ્લાના વલ્ટોહા ગામના સરપંચ જર્મલ સિંહ પર આ પહેલાં ત્રણ વખત હુમલા થયા હતા અને તેમના પર ગંભીર ધમકીઓ પણ મળી હતી. જેથી આ પૂર્વ આયોજીત હત્યા હોઈ શકે છે. જમીન વિવાદ કે અન્ય કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અત્યારે CCTV ફૂટેજ અને સામેલ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલાની તપાસ ચાલી રહી છે. આ કેસમાં જે કોઈ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
હત્યા કેસની વધારે વિગતો આપતા પોલીસે જણાવ્યું કે, લગ્નની બહારથી આવેલા બે યુવાનોએ આમ આદમી પાર્ટીના નેતા પર ગોળીબાર કર્યો હતો. મૃતકની ઓળખ વલતોહાના રહેવાસી જર્મલ સિંહ તરીકે થઈ છે. જર્મલ સિંહ ગામના સરપંચ હતા, અને આ લગ્ન કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યાં હતા. પોલીસ અત્યારે હત્યારોને ઝડપી પાડવા માટે તપાસ કરી રહી છે.



