Amritsar: ઠાકુરદ્વારા મંદિર પર થયેલા હુમલા મુદ્દે મુખ્ય પ્રધાને આપ્યું નિવેદન

Amritsar: ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં અસમાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. અમૃતસરમાં આવેલા ઠાકુરદ્વારા મંદિરમાં હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બાઈક પર આવેલા બે યુવકે ગ્રેનેડથી હુમલો કર્યો હતો.
આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મળતી જાણકારી પ્રમાણે રાત્રે 12:35 વાગ્યાની આસપાસ આ હુમલો થયો હતો. અમૃતસરના ખંડવાલા વિસ્તારમાં આવેલા ઠાકુરદ્વારા મંદિરમાં હુમલાની ઘટના બની છે. પોલીસે આ મામલે અત્યારે તપાસ હાથ ધરી દીધી છે.
આપણ વાંચો: Jammu Kashmir માં સેનાના જવાનો પર ગ્રેનેડ હુમલો, પાંચ જવાન શહીદ
મોડી રાત્રે 12:35 વાગે મંદિર પર થયો હતો હુમલો
મોડી રાત્રે મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. સીસીટીવી વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે યુવાનો મોટરસાઇકલ પર આવે છે, તેમના હાથમાં ધ્વજ પણ છે, જે થોડીક સેકન્ડ માટે મંદિરની બહાર ઉભા રહે છે અને મંદિર તરફ કંઈક ફેંકે છે. જેવો તે ત્યાંથી ભાગી જાય છે, તે પછી તરત જ મંદિરમાં એક જોરદાર ધડાકો થાય છે.
જ્યારે હુમલો થયો ત્યારે પંડિત મંદિરની અંદર જ સૂઈ રહ્યાં હતાં. જો કે, હુમલાના કારણે તેમને કોઈ ઇજાઓ થઈ નથી, તેઓ બચી ગયાં છે.
આપણ વાંચો: BIG BREAKING: અમૃતસરના મજીઠા પોલીસ સ્ટેશનની અંદર બ્લાસ્ટથી ખળભળાટ
પંજાબમાં અશાંતિ ફેલાવવાનો આ કોઈ પહેલો પ્રયત્ન નથીઃ મુખ્યમંત્રી
સમગ્ર ઘટનાને લઈને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું નિવેદન સામે આવ્યું છે. મુખ્ય પ્રધાને આ અસમાજિક તત્વોને ઝડપી પાડવા માટે આદેશ પણ આપી દીધી છે. આ સાથે પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે, કેટલા અસામાજિક તત્વો પંજાબમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, પરંતુ તેમના આ પ્રયત્નો સફળ થવાના નથી.
વધુમાં મુખ્ય પ્રધાને કહ્યું કે, અમે રાજ્યની સ્થિતિને શાંત રાખવામાટે પ્રતિબદ્ધ છીએ. પંજાબમાં અશાંતિ ફેલાવવાનો આ કોઈ પહેલો પ્રયત્ન નથી. ડ્રગ્સ, ગુંડાઓ અને ખંડણીની ઘટનાઓએ વાતાવરણ બગાડે છે, કે જાણે પંજાબમાં અશાંતિ છે. પરંતુ અમારી સરકાર આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે.