જાફરાબાદ રેન્જમાં થયું હતું 3 સિંહબાળનું મોત! પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો | મુંબઈ સમાચાર

જાફરાબાદ રેન્જમાં થયું હતું 3 સિંહબાળનું મોત! પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

અમરેલી: અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ રેન્જમાં ત્રણ સિંહ બાળના અચાનક મોત થતા અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ આ ત્રણ સિંહોના મોતના કારણે વન વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાને કારણે સિંહ પ્રેમીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ હતી. પ્રશ્ન એ થયો હતો કે, અચાનક ત્રણ સિંહબાળ અગમ્ય કારણોથી મોતને શા માટે ભેટ્યા? વન વિભાગે બે સિંહણ અને તેની સાથે 9 સિંહબાળને પાંજરે પૂર્યા હતાં. આ મામલે એક નવી જાણકારી પ્રકાશમાં આવી છે.

સિંહબાળનું એનિમિયા અને ન્યુમોનિયાનથી મોત થયું હતુંઃ વન વિભાગ

આ મામલે વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં હમાણાં જ ત્રણ સિંહબાળનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે, આ ત્રણ સિંહબાળનું એનિમિયા અને ન્યુમોનિયાનથી મોત થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવું કારણ જાણવા મળ્યું છે. રાજ્યના વન વિભાગના પ્રધાન મુળુભાઈ બેરાએ બુધવારે જણાવ્યું હતું કે, બે સિંહબાળનું 28 જુલાઈએ અને ત્રીજા સિંહબાળનું 30 જુલાઈએ મોત થયું હતું.

વન વિભાગના અધિકારીએ સિંહબાળના સ્વાસ્થ્ય અંગે શું કહ્યું?

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સિંહબાળને અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવાદર ગામ પાસેથી વન વિભાગના કર્મચારીઓ બચાવ્યાં હતાં. આ સિંહ બાળકોને તેમની માતાએ છોડી દીધા હતાં. વન વિભાગના અધિકારી જયપાલ સિંહે કહ્યું કે, આ વિસ્તારમાંથી બચાવેલ ત્રણ સિંહણ અને છ સિંહબાળ અત્યારે સ્વસ્થ છે અને તેમનામાં કોઈ ચોક્કસ ચેપના લક્ષણો દેખાતા નથી. જેથી ચિંતાની કોઈ વાત નથી. જે ત્રણ સિંહબાળનું એનિમિયા અને ન્યુમોનિયાનના કારણે મોત થયું હતું. જ્યારે બાકીના દરેક સિંહબાળ અત્યારે સુરક્ષિત છે.

સુરક્ષિત સિંહબાળને થોડા સમયમાં વનમાં છોડી દેવાશે

વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષિત સિંહબાળને થોડા સમયમાં છોડી દેવામાં આવશે. આમાંથી એક સિંહબાળમાં હિમોગ્લોબિનનું સ્તર થોડું ઓછુ હોવાથી તેને લોહી ચડાવામાં આવ્યું હતું. હવે તેની સ્વાસ્થ્યમાં પણ સુધાર આવી ગયો છે. અમરેલીમાં આવેલા ગીરના જંગલમાં સિંહોનો વસવાટ વધારે હોય છે. જેથી સિંહોની સારસંભાળ રાખવી અનિવાર્ય બની જાય છે.

આ પણ વાંચો…અમરેલીના કાગવદરમાં 2 સિંહબાળના ભેદી મોત: ગીરમાં રોગચાળાનો ખતરો? વન વિભાગ હરકતમાં

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button