નેશનલ

આ ટ્રેનને રસ્તો આપવા માટે રાજધાની અને શતાબ્દી પણ રોકાઇ જાય છે, જાણો એના વિશે

નવી દિલ્હીઃ દેશમાં દરરોજ લગભગ 11,000 ટ્રેનો દોડે છે. આમાંથી ઘણી ટ્રેનોને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેમાં રાજધાની, શતાબ્દી અને વંદે ભારત, તેજસ જેવી VIP, VVIP ટ્રેનોનો પણ સમાવેશ થાય છે. આ બધી ભારતીય રેલવેની પ્રાથમિકતાવાળી ટ્રેન ગણાય છે.

પરંતુ, જ્યારે ખાસ સંજોગોમાં દોડતી કેટલીક ટ્રેનો ટ્રેક પર આવે છે, ત્યારે રાજધાની, શતાબ્દી અને વંદે ભારત, તેજસ જેવી VIP, VVIP ટ્રેનોને પણ આ એક ટ્રેનને માર્ગ આપવા માટે રોકી દેવામાં આવે છે અને તેને પહેલા પસાર થવા દેવામાં આવે છે. આ ટ્રેનનું નામ છે એક્સિડેન્ટ રિલીફ મેડિકલ ઇક્વિપમેન્ટ (ARME) ટ્રેન. આ પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે. જો રાજધાની કે શતાબ્દી જેવી VIP ટ્રેનો આનાથી આગળ દોડતી હોય તો તેને પણ રોકીને આ ટ્રેનને રસ્તો આપવામાં આવે છે. જ્યારે એક્સિડન્ટ રિલીફ ટ્રેન રવાના થાય ત્યારે અન્ય બધી જ ટ્રેનોને રોકી દેવામાં આવે છે. એક્સિડન્ટ રિલીફ ટ્રેન ખૂબ જ ઓછા સમયમાં ઘટના સ્થળે પહોંચી જાય છે અને અકસ્માત સ્થળે મેડિકલ અને અન્ય રિલીફ સેવા સુવિધાનું કામ કરે છે.

આ ઉપરાંત ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતી ટ્રેનને ઉચ્ચ પ્રાથમિકતા મળે છે, પણ હકીકત એ છે કે દેશના રાષ્ટ્રપતિ રેલવે માર્ગે બહુ ઓછો પ્રવાસ કરે છે. તેઓ મોટે ભાગે હવાઇ યાત્રા જ પસંદ કરે છે, તેથી હવે આ ટ્રેનની કામગીરી ખાસ જોવા મળતી નથી.
હવે આપણે જાણીએ કે ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવતી વિવિધ ટ્રેનોની પ્રાથમિકતાનો ક્રમ શું છે.

ARME ટ્રેનની સર્વોચ્ચ પ્રાથમિકતા બાદ જો આપણે સામાન્ય દિવસોની વાત કરીએ તો રાજધાની એક્સપ્રેસ સૌથી વધુ પ્રાથમિકતા ધરાવતી ટ્રેન છે. તમામ ટ્રેનોને રોકીને તેને રસ્તો આપવામાં આવે છે. આ ટ્રેન સમયસર પહોંચવા અને તેની ઉત્તમ સુવિધાઓ માટે પણ જાણીતી છે.

રાજધાની પછી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે. આ ટ્રેનની ગણતરી સુપરફાસ્ટ ટ્રેનોમાં પણ થાય છે. આ ટ્રેન માત્ર એક જ દિવસમાં પોતાની મુસાફરી પૂરી કરે છે.

દુરંતો એક્સપ્રેસ 2009માં લોન્ચ કરવામાં આવી હતી. આ પણ લાંબા અંતરની ટ્રેન છે. અન્ય ટ્રેનોએ રાજધાની અને શતાબ્દી સિવાય દુરંતો એક્સપ્રેસને પણ રસ્તો આપવો પડે છે.

Also Read – Supreme Court: કોઈની અંગત મિલકત પર સરકાર કબજો કરી શકે ? સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો ચુકાદો

તેજસ એક્સપ્રેસ સેમી હાઇ સ્પીડ ફુલ એસી ટ્રેન છે. રાજધાની, શતાબ્દી અને દુરંતો પછી તેનો નંબર પસંદગીના ક્રમમાં આવે છે.

2005માં શરૂ કરવામાં આવેલી ગરીબ રથ એક્સપ્રેસ પણ સંપૂર્ણ એસી ટ્રેન છે. મુસાફરોને ઓછી કિંમતે સારી સુવિધા આપવા માટે આ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન પ્રાથમિકતાના ક્રમમાં સાતમા નંબરે આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker