રશિયાની ચેતવણી છતાં ભારતમાં બનેલા હથીયારો યુક્રેન પહોંચ્યા, અહેવાલમાં ઘટસ્ફોટ

નવી દિલ્હી: વર્ષ 2022ના ફેબ્રુઆરી મહિનામાં રશિયાએ યુક્રેન પર હુમલો (Russia Ukraine war) શરુ કર્યા બાદ વૈશ્વિક રાજકારણમાં મોટા બદલાવો આવ્યા છે. અમેરિકા અને યુરોપના મોટા ભાગના દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા છે, ત્યારે રશિયા અને ભારતના સંબંધો પૂર્વવત રહ્યા છે. જોકે રશિયાએ યુક્રેનને શાસ્ત્ર ન આપવા ભારતને ચેતવણી આપી છે. એવામાં એવા અહેવાલો પ્રસિદ્ધ થયા છે કે ભારતમાં નિર્મિત શાસ્ત્રો યુક્રેન પહોંચી રહ્યા છે.
અહેવાલ મુજબ ભારતીય શસ્ત્ર નિર્માતાઓ દ્વારા વેચવામાં આવેલા આર્ટિલરી શેલ યુરોપિયન ગ્રાહકો દ્વારા યુક્રેન પહોંચી રહ્યા છે. રશિયાના વિરોધ છતાં ભારતે આ વેપારને રોકવા માટે હસ્તક્ષેપ કર્યો નથી.
ડેટા અનુસાર, રશિયા સામે યુક્રેનના સંરક્ષણને ટેકો આપવા માટે યુદ્ધસામગ્રીનું ટ્રાન્સફર એક વર્ષથી વધુ સમયથી થઇ રહ્યું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયાએ બે પ્રસંગોએ આ મુદ્દો ઉઠાવ્યો છે, જુલાઈમાં રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ અને તેમના ભારતીય સમકક્ષ વચ્ચેની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો.
રશિયા અને ભારતના વિદેશ અને સંરક્ષણ મંત્રાલયોએ આ રીપોર્ટ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જાન્યુઆરીમાં, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારતે યુક્રેનને આર્ટિલરી શેલ મોકલ્યા નથી કે વેચ્યા નથી.
આપણ વાંચો: રશિયાએ શરૂ કરી Nuclear War ની તૈયારી ! આર્કટિક સમુદ્રમાં મળ્યા પુરાવા
તાજેતરમાં જાહેર થયેલા અહેવાલ મુજબ યુક્રેન દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોમાં ખૂબ જ ઓછી માત્રામાં ભારતમાં ઉત્પાદિત હથિયારો છે, એક અધિકારીએ એવો અંદાજ મૂક્યો હતો કે તે યુદ્ધ પછી યુક્રેન દ્વારા આયાત કરાયેલા કુલ શસ્ત્રોના 1% કરતા ઓછા ભારતીય શાસ્ત્રો હતા.
રશિયા દાયકાઓથી ભારતને શસ્ત્રો સપ્લાય કરે છે, રશિયા સાથે ભારતના સુમેળભર્યા સંબંધો રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા સામે પશ્ચિમી દેશોમાં પ્રતિબંધોનામાં જોડાવાનો ઇનકાર કર્યો છે.
અહેવાલ અનુસાર રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે ભારત પાસે શસ્ત્ર નિકાસ ક્ષેત્રને વધારવાની તક છે.
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ થિંક-ટેંક દ્વારા સંકલિત ડેટા અનુસાર, ભારતે 2018 અને 2023 વચ્ચે $3 બિલિયનથી વધુના શસ્ત્રોની નિકાસ કરી હતી.