અમિત શાહે Gmail છોડી ‘Zoho Mail’ અપનાવ્યું, આત્મનિર્ભર ભારત માટે કરી મોટી અપીલ

નવી દિલ્હીઃ ભારત આત્મનિર્ભર બનાવા તરફ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. વિવિધ વસ્તુઓ સાથે હવે ટેકનોલોજીમાં પણ સ્વદેશીની કમાલ જોવા મળે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મેડ ઇન ઇન્ડિયા ટેક્નોલોજીને વેગ આપવા માટે હવે અમિત શાહે પણ ખાસ પહેલ કરી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, હવે પોતાનું ઇ-મેઈલ પ્લેટફોર્મ Gmailથી બદલીને ‘Zoho Mail’માં કરી દીધું છે. એટલું જ નહીં, પરંતુ સાથે સાથે દરેક લોકોને ભારતીય એપ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે અપીલ પણ કરી છે.
આપણ વાંચો: ભારત આત્મનિર્ભર દેશ બની ગયો છે: અમેરિકાના 50% ટેરિફનો પીયૂષ ગોયલે આપ્યો જવાબ…
‘Zoho Mail’ શરૂ કરવા ખાસ અપીલ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક્સ પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી અને પોતાની નવી ઇમેઈલ આઈટી પણ શેર કરી છે. વધુમાં લખ્યું કે, હવે દરેક સરકારી અને સત્તાવાર ઈમેલઈ આ નવી આઈડી દ્વારા મોકલામાં આવશે. ભારતને આત્મનિર્ભર કરવાનો આ ખૂબ જ મોટો પ્રયત્ન છે. અત્યારે કરોડો લોકો ટેક્નોલોજીથી સંલગ્ન છે. તેવામાં જો ભારત ટેક્નોલોજી ક્ષેત્રમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા જઈ રહ્યું છે તો તે ભવિષ્યના ભારત માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે.
સંપૂર્ણ રીતે સ્વદેશી છે Zoho Mail
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતની ટેક કંપની Zoho Corporation પોતાનું સ્વદેશી Zoho Mail બનાવ્યું છે. Zoho Mailને Gmail અને Microsoft Outlook જેવી વિદેશી મેઈલ ટેક્નોલોજી છે. Zoho Mail પણ તેના જેવી જ છે પરંતુ સ્વદેશી છે. અમિત શાહે આ મેઈલ માટે પોસ્ટ કરી હોવાતી Zohoના ફાઉન્ડર શ્રીધર વેમ્બૂએ તેમનો ખૂબ જ આભાર માન્યો હતો.
કઈ રીતે GMailથી Zoho Mail સ્વિચ થયું?
- પહેલા Zoho Mailની સાઈટ પર જઈને ફ્રી અથવા પેઈડ પ્લાન પસંદ કરીને સાઈન-અપ કરો
- પોતાનો મોબાઈલ નંબર અને બીજો રિકવરી ઇમેઈલ એડ કરો
- Gmail → Settings → Forwarding and POP/IMAPમાં જઈને Enable IMAP ઓન કરી દો
- ત્યાર બાદ Zoho તમને Gmail નો ડેસા એક્સેસ કરવા માટે કહેશે.
- Zoho Mail માં સેટિંગમાં જાઓ તેમાં ઇમપોર્ટ/એકપોર્ટ અથવા Migration Wizard જાઓ
- ત્યાર બાદ તમે ઇમેઈલ, ફોલ્ડર અને સંપર્કોને ઇમેઈલથી ઇમ્પોર્ટ કરી શકશો
- Gmailના સેટિંગ્સમાં જઈને નવા ઝોહો એડ્રેસ પર ફોરવર્ડિગને પણ ઓન કરવાનું રહેશે
- Zohoને વેરિફાઈ કરવાનું ભૂલતા નહીં
- ગૂગલ ટેકઆઉટ સાથે બેકઅપ લો, ઝોહોમાં 2-FA (ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન) ચાલુ કરો અને સિગ્નેચર/ઓટો-રેસ્પોન્ડર સેટ કરો.