નેશનલ

અન્નામલાઈનું રાજકીય કદ ઘટયાની ચર્ચાનો અમિત શાહે આપ્યો હસતા હસતા જવાબ

ચેન્નાઈ: આગામી વર્ષે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ અને AIADMK બંનેએ હાથ મિલાવ્યા છે. પરંતુ આ સાથે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે નયનર નાગેન્દ્રનને પસંદ કરવામાં આવ્યા હતા. આ સાથે જ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપમા હવે કે. અન્નામલાઈનું પોતાનું પદ ગુમાવવું પડ્યું છે. આ અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

તેથી જ તેઓ મારી સાથે બેઠા છે

અન્નામલાઈ સંબંધિત થઈ રહેલી રાજકીય ચર્ચાઓ પર પ્રતિક્રિયા આપતા, કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું હતું કે, “આ બિલકુલ સાચું નથી. હસતાં હસતાં અમિત શાહે બાજુમાં બેઠેલા અન્નામલાઈ તરફ ઈશારો કર્યો હતો અને કહ્યું કે તેઓ હજુ પણ અમારા પ્રદેશ પ્રમુખ છે અને તેથી જ તેઓ મારી સાથે બેઠા છે.

ભાજપ અને AIADMKનું ગઠબંધન

ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધનની જાહેરાત કરતા અમિત શાહે કહ્યું કે બંને પક્ષો આગામી તમિલનાડુની ચૂંટણી સાથે મળીને લડશે. તેમણે કહ્યું, “બંને પક્ષોના નેતાઓએ આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી NDAના બેનર હેઠળ સાથી પક્ષો સાથે મળીને લડવાનો નિર્ણય લીધો છે. આ ચૂંટણી રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદી અને રાજ્ય સ્તરે AIADMKના વડા એડાપ્પડી પલાનીસ્વામીના નેતૃત્વ હેઠળ લડવામાં આવશે.”

આ પણ વાંચો: અખિલેશે ભાજપ પર કરેલો કટાક્ષ ઉલટો પડ્યો; અમિત શાહે આપ્યો એવો જવાબ કે ગૃહ હસી પડ્યું

કયા બે મુદ્દાઓ પર રહશે ધ્યાન ?

આ ગઠબંધન અંગે AIADMKના રાષ્ટ્રીય પ્રવક્તા કોવાઈ સત્યાને કહ્યું હતું કે, આ એક મહાગઠબંધનની શરૂઆત છે જે AIADMK, એડાપ્પડી કે. પલાનીસ્વામીના નેતૃત્વમાં 2026 માં સરકાર બનાવવા જઈ રહી છે. હારનો અહેસાસ થતાં, તેઓએ (DMK) આ ગઠબંધનના આધાર પર પ્રશ્ન ઉઠાવવાનું શરૂ કર્યું છે. આપણે વૈચારિક રીતે અલગ છીએ, તેથી જ આપણે બે અલગ અલગ પક્ષો છીએ. તમિલનાડુના કલ્યાણ માટે DMKના રાજવંશ શાસનને હવે દરવાજો બતાવવાની જરૂર છે. બીજી વાત છે ભ્રષ્ટાચાર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button