કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવી પોતાની નિવૃત્તિ બાદની યોજના, કહ્યું આ પ્રવૃત્તિમાં રહેશે વ્યસ્ત

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલી મહિલાઓ સાથે સહકાર સંવાદમાં મહત્વની વાત કહી છે. અમિત શાહે જાહેર જીવનમાંથી નિવૃત્તિ બાદ કઈ પ્રવુતિમાં વ્યસ્ત થશે એ અંગે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધા બાદ હું મારી જાતને સંપૂર્ણપણે વેદ,ઉપનિષદ અને પ્રાકૃતિક ખેતીમાં સમર્પિત કરવાની યોજના બનાવી રહ્યો છું.
અમિત શાહે કહ્યું છે રાસાયણિક ખાતરોથી ઉગાડવામાં આવતા ઘઉં ઘણીવાર ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. પ્રાકૃતિક ખેતી શરીરને રોગમુક્ત બનાવવામાં મદદ કરે છે. તેમજ કૃષિ ઉત્પાદકતામાં પણ વધારો કરે છે.
આપણ વાંચો: અમૂલ હવે મીઠું પણ વેચશે, લાખો અગરિયાઓને થશે ફાયદો, અમિત શાહે કરી મોટી જાહેરાત!
સહકાર મંત્રાલય ખેડૂતો ગરીબો અને પશુઓ માટે કામ કરે છે
કેન્દ્રીય ગૃહમંત્રીએ મંત્રી તરીકેની તેમની યાત્રા અંગે પણ વાત કરી અને કહ્યું કે સહકાર મંત્રાલય તેમના માટે કેટલું ખાસ છે. અમિત શાહે કહ્યું, જ્યારે હું દેશનો ગૃહમંત્રી બન્યો ત્યારે બધાએ મને કહ્યું કે મને ખૂબ જ મહત્વપૂર્ણ વિભાગ આપવામાં આવ્યો છે, પરંતુ જે દિવસે મને સહકાર મંત્રી બનાવવામાં આવ્યો, ત્યારે મને લાગ્યું કે મને ગૃહ મંત્રાલય કરતાં પણ મોટો વિભાગ મળ્યો છે. જે દેશના ખેડૂતો, ગરીબો, ગામડાઓ અને પશુઓ માટે કામ કરે છે.
આપણ વાંચો: દેશવ્યાપી સહકારથી સમૃદ્ધિનો સંકલ્પઃ આણંદથી અમિત શાહે આપ્યો સહકાર મંત્ર…
ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો
અમિત શાહે ‘સહકાર-સંવાદ’ કાર્યક્રમ દરમિયાન સ્વર્ગસ્થ ત્રિભુવન કાકાના નામ પરથી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો. તેમણે ભારતના સહકારી ચળવળનો પાયો નાખવાનો શ્રેય ત્રિભુવન કાકાને આપ્યો. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, આ શક્ય બન્યું છે કારણ કે હું દેશભરમાં જ્યાં પણ જાઉં છું, ત્યાં હું જોઉં છું કે નાના પરિવારોની મહિલાઓએ તેમના બાળકોને કેવી રીતે શિક્ષિત કર્યા છે અને તેમના જીવનમાં પરિવર્તન લાવ્યું છે.
અમિત શાહે વધુમાં કહ્યું, આજે, જ્યાં પણ સહકારી મંડળીઓ સ્થપાઈ છે. આજે લોકો રૂપિયા 1 કરોડ સુધી કમાઈ રહ્યા છે. આ બધું ફક્ત ત્રિભુવન કાકાના દૂરંદેશી વિચારોને કારણે શક્ય બન્યું છે. તેમ છતાં તેમણે ક્યારેય પોતાનું નામ માટે કંઈ કર્યું નથી.