અમિત શાહની વિદર્ભની તમામ રેલીઓ રદ, અચાનક નાગપુરથી દિલ્હી જવા રવાના

નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરવાનો આવતી કાલે છેલ્લો (Maharashtra assembly election) દિવસે છે, ચૂંટણી લડી રહેલા તમામ પક્ષો પ્રચાર માટે પૂરેપૂરું જોર લગાવી રહ્યા છે. એવામાં મોટા સમાચાર મળી રહ્યા છે કે આજે વિદર્ભમાં આયોજિત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની તમામ રેલીઓ રદ કરવામાં (Amit Shah Rallies cancelled) આવી છે. તેઓ નાગપુરથી દિલ્હી જવા રવાના થયા છે.
Also read: Manipur Violence: કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, મલ્લિકાર્જુન ખડગેએ કર્યો આ કટાક્ષ
રાજ્યની 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થવાનું છે. વડાપ્રધાન મોદી હાલ વિદેશ પ્રવાસે છે, ત્યારે ગૃહ પ્રધાન અમિત શાહ પાર્ટીના સૌથી મહત્વના પ્રચારક છે. આજે વિદર્ભમાં અમિત શાહની રેલી હતી. પરંતુ તેઓ દિલ્હી જવા રવાના થઈ ગયા છે, અચાનક રેલીઓ રદ કરવા અંગે વિવિધ અટકળો ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા અને તેને લીધે ઊભી થયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં લઈ શાહ દિલ્હી રવાના થયા છે.
મળતી માહિતી મુજબ અમિત શાહને બદલે પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની ગઢચિરોલી અને વર્ધામાં રેલીઓ કરશે. અમિત શાહની ગેરહાજરીમાં બાકીની બે જગ્યાએ શિવરાજ સિંહ ચૌહાણ રેલીઓને સંબોધશે.
Also read: DRDOએ મેળવી વધુ એક સિદ્ધિ; આ આધુનિક મિસાઈલનું સફળ પરીક્ષણ
23 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી ઉપરાંત વિવિધ રાજ્યોની વિધાનસભા અને લોકસભાની પેટા ચૂંટણીના પણ પરિણામો જાહેર થશે.