રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ગેરહાજર રહેવા મુદ્દે મમતા બેનર્જી પર અમિત શાહનું નિવેદન
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહારો કર્યા હતા. ત્યારે અમીત શાહે કહ્યું હતું કે, શા માટે TMC સુપ્રીમોએ રામ મંદિરના અભિષેક સમારોહમાં ભાગ લીધો ન હતો ? પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં એક ચૂંટણીસભાને સંબોધતા અમિત શાહે આરોપો લગાવ્યા હતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થયા ન હતા કારણ કે તેમને ડર હતો કે તેમની ‘ઘૂસણખોર વોટ બેંક’ નારાજ થઈ જશે.
પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લાના મેમારીમાં એક ચૂંટણીરેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, લોકસભાની ચૂંટણી નક્કી કરશે કે લોકોને દેશમાં ‘પરિવાર રાજ’ જોઈએ છે કે ‘રામ રાજ્ય’. અમિત શાહે કહ્યું, ‘વર્ષોથી આપણા દેશના લોકો અને રામભક્તો ઈચ્છતા હતા કે અયોધ્યામાં રામ મંદિર બને પરંતુ કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને ડાબેરીઓ આ ઈચ્છતા ન હતા. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટેના આમંત્રણો મમતા દીદી અને તેમના ભત્રીજા (અભિષેક) બંનેને મોકલવામાં આવ્યા હતા. પરંતુ તેમણે ભાગ લીધો ન હતો કારણ કે તેમને ડર હતો કે ઘૂસણખોરો તેમની પાર્ટીની વોટ બેંકને નારાજ કરી શકે છે.
તો અમિત શાહના આરોપ બાદ મમતા બેનર્જીએ પણ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે લોકસભા ચૂંટણી પહેલા ‘તિકડમ’ કરીને એક ધાર્મિક કાર્યક્રમનું રાજનીતિકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય પક્ષોની ‘વંશવાદી રાજનીતિ’ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, વિપક્ષ ‘ભ્રષ્ટાચારમાં ફસાયો’ છે અને ‘ભત્રીજાવાદ’ છે, જે ભારતના વિચારની વિરુદ્ધ છે. ગૃહ પ્રધાન અમિત શાહે બેનર્જી અને તેમના ભત્રીજા પર ભાજપના કાર્યકરોને ત્રાસ આપવાનો આરોપ મૂક્યો કારણ કે તેઓ કેન્દ્રમાં શાસક પક્ષથી ડરી ગયા છે કારણ કે તેઓ જાણે છે કે તેમની “સત્તામાંથી વિદાય” નજીક છે.
મમતા બેનર્જીએ હાલમાં જ દાવો કર્યો હતો કે જો વિપક્ષ ‘INDIA’ ગઠબંધન સત્તામાં આવશે તો સંસદમાં નવો કાયદો લાવીને CAAને રદ્દ કરવામાં આવશે. અમિત શાહે મમતા બેનર્જી પર નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંગે લોકોને ‘ગેરમાર્ગે’ દોરવાના અને વોટ બેંકની રાજનીતિ માટે ઘૂસણખોરોને આવકારવાના આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે તે શરણાર્થીઓને નાગરિકતા મેળવવાની વિરુદ્ધ કેમ છે? તે બંગાળમાં ઘૂસણખોરીને સમર્થન આપી રહી છે, પરંતુ હિંદુ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો વિરોધ કરે છે.