નેશનલ

આતંકવાદને દફનાવી દેવામાં આવ્યો, પુનરાગમન કરવા નહીં દેવાય: અમિત શાહ

ચેનાની/ઉધમપુર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે ઉધમપુર જિલ્લાના ચેનાની ખાતે ભાજપની રેલીને સંબોધતા એનસી-કોંગ્રેસ ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદને દફનાવી દેવામાં આવ્યો છે અને તેને પુનરાગમન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

ભાજપના શાસનમાં આતંકમુક્ત પ્રદેશનું વચન આપતા શાહે આરોપ લગાવ્યો હતો કે જો નેશનલ કૉન્ફરન્સ-કૉંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો પાકિસ્તાનનો એજન્ડા લાદશે.

ભાજપના ચૂંટણી પ્રચારની ધુરા સંભાળી રહેલા અમિત શાહે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં કલમ 370 વિના વિધાનસભાની ચૂંટણીઓ થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારે ઓગસ્ટ-2019માં કલમ 370 નાબૂદ કરીને ભાજપના વડા શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું સાકાર કર્યું છે.

આ પણ વાંચો : મહાયુતિમાં મોટો ભાઇ તો ભાજપ જઃ શું કહ્યું અમિત શાહે બેઠકમાં?

તેમણે કહ્યું કે જે કોઈ જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવશે તેને તેનો જવાબ ફાંસીના માંચડે મળશે. હું તમને પૂછવા માંગુ છું કે શું (સંસદ પર હુમલાના દોષી) અફઝલ ગુરુને ફાંસી આપવી જોઈતી હતી કે નહીં. એનસી-કૉંગ્રેસ હવે કહી રહ્યા છે કે તેને ફાંસી નહોતી આપવી જોઈતી, એમ શાહે કહ્યું હતું.

તેઓ પથ્થરબાજો અને આતંકવાદીઓને છોડવા માગે છે. ઓમર અબ્દુલ્લાએ આ સપના છોડી દીધા કારણ કે તમારો તેમને સાથ નથી. હવે આ બધું અદાલતોની ફરજ છે અને અમે એવા કાયદા લાગુ કર્યા છે કે હવે કોઈ પથ્થર ફેંકવાની હિંમત કરશે નહીં, એમ ગૃહમંત્રીએ કહ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે આ ચૂંટણી એટલા માટે પણ મહત્ત્વની છે કેમ કે આ રાજ્? 40 વર્ષ આતંકવાદના ઓછાયા હેઠળ રહ્યું હતું અને જો તેઓ (નેશનલ કૉન્ફરન્સ-કૉંગ્રેસ ગઠબંધન) જીતી જશે તો એમાં પાકિસ્તાનનો એજેન્ડા જીતી જશે.
જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી 1 ઓક્ટોબરે છે. (પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…