‘મુખ્ય પ્રધાનોના પત્રનો હું તેમની જ ભાષામાં જવાબ આપીશ’: હિન્દી દિવસ પર અમિત શાહનું નિવેદન | મુંબઈ સમાચાર
નેશનલ

‘મુખ્ય પ્રધાનોના પત્રનો હું તેમની જ ભાષામાં જવાબ આપીશ’: હિન્દી દિવસ પર અમિત શાહનું નિવેદન

ગાંધીનગરઃ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે આજે પાંચમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદઘાટન કર્યું હતું. આ સમેલનમાં ઉપસ્થિત લોકોને સંબોધતા તેમણે લોકોને ભારતીય ભાષાઓને સંરક્ષિત કરવાનો અનુરોધ કર્યો છે.

અમિત શાહે આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને પણ તેમના બાળકો સાથે માતૃભાષામાં વાત કરવાની અપિલ કરી હતી. આ ઉપરાંત તેમણે હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓ વચ્ચે કોઈ સંઘર્ષ ન હોવાનું જણાવ્યું હતું, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે હિન્દી માત્ર બોલચાલની ભાષા ન હોવી જોઈએ પરંતુ વિજ્ઞાન, ટેકનોલોજી, કોર્ટ અને પોલિસીની પણ ભાષા બનવી જોઈએ.

આપણ વાંચો: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાત સરકારના ડાયલ 112 પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો

હિન્દી વિજ્ઞાન, ટેકનોલોજી, ન્યાયની ભાષા પણ બનવી જોઈએ

અમિત શાહે કહ્યું કે, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓ વચ્ચે કોઈ સંઘર્ષ નથી. દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, કે.એમ. મુનશી, સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય ઘણા વિદ્વાનોએ હિન્દી સ્વીકારી અને તેનો પ્રચાર કર્યો હતો. ગુજરાત, જ્યાં ગુજરાતી અને હિન્દી સહઅસ્તિત્વ ધરાવે છે, તે બંને ભાષાઓના વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે.

હિન્દી ફક્ત વાતચીત કે વહીવટની ભાષા નથી. હિન્દી વિજ્ઞાન, ટેકનોલોજી અને ન્યાયની ભાષા પણ બનવી જોઈએ. જ્યારે આ બધા કાર્યો ભારતીય ભાષાઓમાં થશે, ત્યારે જનતા સાથે આપમેળે જોડાણ સ્થાપિત થશે.

આપણ વાંચો: ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવના જવાનોનું અમિત શાહે કર્યું સન્માન, પાકિસ્તાન પર કર્યા પ્રહાર

બાળકો સાથે તેમની માતૃભાષામાં વાત કરવી જોઈએ

આ સાથે સાથે માતાપિતાએ હંમેશા બાળકો સાથે તેમની માતૃભાષામાં વાત કરવી જોઈએ તેવી અપીલ પણ કરી હતી. વધુમાં કહ્યું કે, માતૃભાષા બાળકના ભવિષ્ય માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ઘણા મનોવૈજ્ઞાનિકો અને શિક્ષણવિદોએ તે બાબતને સમર્થન આપ્યું છે કે, બાળક તેની માતૃભાષામાં વિચારે છે.

જેમ જેમ તમે બાળક પર તેની માતૃભાષા સિવાયની કોઈ ભાષા લાદશો, તેમ તેમ તેની માનસિક ક્ષમતાના 25 થી 30 ટકા તેનો અનુવાદ કરવા માટે ઉપયોગમાં લેવાશે.

આપણ વાંચો: અમિત શાહે રચ્યો ઇતિહાસ; આ મામલે અડવાણીને પાછળ છોડ્યા! જાણો 5 ઓગસ્ટની તારીખ કેમ છે ખાસ

સ્થાનિક ભાષાઓને મજબૂત બનાવવાનું કામ કર્યું છે

વધુમાં અમિત શાહે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ પ્રકારની ટેકનોલોજી દ્વારા સ્થાનિક ભાષાઓને મજબૂત બનાવવાનું કામ કર્યું છે અને ગૃહ મંત્રાલયે ભારતીય ભાષા વિભાગ બનાવ્યો છે, જે હિન્દી અને અન્ય ભાષાઓને પ્રોત્સાહન આપશે. હિન્દી ભાષા વિશે વાત કરતા અમિત શાહે કહ્યું કે, 51,000 શબ્દોથી શરૂ થયેલો હિન્દી શબ્દ સિંધુ હવે 7 લાખ શબ્દોને વટાવી ગયો છે અને 2029 સુધીમાં તે વિશ્વની બધી ભાષાઓનો સૌથી મોટો શબ્દકોશ બની જશે.

હું તમને ખાતરી આપું છું કે 2029 સુધીમાં આ હિન્દી શબ્દ સિંધુ વિશ્વની બધી ભાષાઓનો સૌથી મોટો શબ્દકોશ બની જશે. આ શબ્દકોશ દ્વારા અમે હિન્દીને લવચીક પણ બનાવી છે.

ઘણા હિન્દી વિદ્વાનો આગ્રહ રાખે છે કે હિન્દી સંસ્કૃતથી સમૃદ્ધ હોવી જોઈએ. આ સામે કોઈને કોઈ વાંધો નથી. પરંતુ આ ખાલી જગ્યા ભારતીય ભાષાઓથી ભરવી પડશે. ત્યારે જ હિન્દી ભારતના તમામ લોકોને પરિચિત લાગશે અને ત્યારે જ હિન્દી બોલાતી ભાષા બની શકે છે જ્યારે તે લવચીક બનશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button