ટોપ ન્યૂઝનેશનલ

અમિત શાહે 188 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા આપી, મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે રવિવારે CAA હેઠળ 188 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરી હતી. અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું, “જ્યારે બાંગ્લાદેશમાં વિભાજન થયું ત્યારે ત્યાં 27% હિંદુઓ હતા, આજે 9% છે. આટલા બધા હિંદુઓ ક્યાં ગયા? પડોશી દેશમાંથી હિંદુ ક્યાં ગયા. અમે 2019માં CAA લાવ્યા હતા. CAAને કારણે, કરોડો હિન્દુ, જૈન અને શીખ ધર્મના લોકોને ભારતીય નાગરિકતા મળશે.”

અમિત શાહે વધુમાં કહ્યું કે CAA વિશે મુસ્લિમોને ઉશ્કેરવામાં આવ્યા હતા. CAA કાયદો કોઈની નાગરિકતા છીનવી શકતો નથી. કેટલીક રાજ્ય સરકારો CAA વિશે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. ઈન્ડિયા એલાયન્સ અને કોંગ્રેસ CAAને બાબતે શરણાર્થીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

PM મોદી પરિવારવાદ સામે લડી રહ્યા છે:
અમિત શાહે પોતાના ભાષણમાં પીએમ નરેન્દ્ર મોદીના સારા કામોને પણ ગણાવ્યા. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી પરિવારવાદ સામે લડી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ જાતિવાદ ખતમ કર્યો છે. ઔરંગઝેબે કાશી વિશ્વનાથ મંદિર તોડી પાડ્યું હતું, પરંતુ મોદીએ તેનું પુનઃ નિર્માણ કર્યું. નરેન્દ્ર મોદીજીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી. નરેન્દ્ર મોદીએ તુષ્ટિકરણનો અંત લાવ્યો છે.

| Also Read: CAA હેઠળ 300 થી વધુ શરણાર્થીઓ ભારતીય નાગરિકતા આપવામાં આવી

તુષ્ટિકરણની નીતિને કારણે કોંગ્રેસે પોતાનું વચન પાળ્યું નથી:
અમિત શાહે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ અને તેના સહયોગીઓની તુષ્ટિકરણની નીતિને કારણે આઝાદી બાદ પડોશી દેશોમાંથી આવેલા હિન્દુઓ, બૌદ્ધો અને શીખ પીડિતોને ન્યાય મળ્યો નથી. વચન પછી પણ આ લોકોને ભારતીય નાગરિકતા મળી નથી. નરેન્દ્ર મોદીએ આવા કરોડો લોકોને ન્યાય અપાવ્યો છે. હું મારા બધા શરણાર્થી ભાઈઓને કહું છું કે તમે કોઈપણ સંકોચ વિના નાગરિકતા માટે અરજી કરો. તમારી સાથે કંઈ ખોટું નહીં થાય. આમાં કોઈ ફોજદારી કેસની જોગવાઈ નથી, તમારું ઘર, તમારી નોકરી બધું જ અકબંધ રહેશે. વિપક્ષ તમને ગેરમાર્ગે દોરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને? રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો…