આપણું ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

સરદાર પટેલને ભારત રત્નથી વંચિત રખાયા: Run for Unity વખતે અમિત શાહે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: 31 ઓક્ટોબર દેશના લોખંડી પુરુષ સરદાર પટેલ (Sardar Patel)ની જન્મ તિથી છે. એ પહેલા આજે મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) દિલ્હીમાં કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની વિરાસતને ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેઓ લાંબા સમયથી ભારત રત્નથી વંચિત હતા.

સરદાર પટેલની જન્મજયંતિ પહેલા દિલ્હીમાં ‘રન ફોર યુનિટી’ (Run for Unity)ને લીલી ઝંડી આપતાં તેમણે કહ્યું હતું કે દેશના પ્રથમ ગૃહ પ્રધાનની દૂરંદેશી અને કુનેહને કારણે જ 550 થી વધુ રજવાડાઓ ભારત સંઘમાં ભળી ગયા. તેમના પ્રયાસોને કારણે જ દેશ એક થયો છે. અમિત શાહે કહ્યું કે સરદાર પટેલના કારણે જ લક્ષદ્વીપ ટાપુઓ, જૂનાગઢ, હૈદરાબાદ અને અન્ય તમામ રજવાડાઓ ભારતમાં ભળી ગયા.

દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં લોકોને સંબોધતા અમિત શાહે કહ્યું, ‘સરદાર પટેલના વારસાને ભૂંસી નાખવાનો અને નબળો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓ લાંબા સમયથી ભારત રત્નથી પણ વંચિત હતા. જો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયામાં પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરી હતી. સરદાર પટેલનું યોગ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું.’

તેમણે કહ્યું કે 1950 માં તેમના મૃત્યુના 41 વર્ષ પછી સરદાર પટેલને 1991 માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. દેશની જનતા હવે એક થઈ ગઈ છે. તેમણે 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડા પ્રધાનના સ્વપ્નને સાકાર કરવા માટે પોતાને સમર્પિત કર્યા છે.

Also Read – PM Modi આજે સિનયર સિટીઝન્સ માટે હેલ્થ કવરેજ સ્કીમ લોન્ચ કરશે, જાણો કોને મળશે લાભ

કેન્દ્રીય ગૃહ પ્રધાન કહ્યું કે, ‘2047 સુધીમાં ભારત તમામ માપદંડોમાં વિશ્વનો અગ્રણી દેશ હશે. રન ફોર યુનિટી સામાન્ય રીતે પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબરે યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે દિવાળી એ દિવસે જ આવતી હોવાથી તેનું આયોજન બે દિવસ વહેલું કરવામાં આવ્યું હતું.’

આ સાથે ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, ‘આજે ધનતેરસ છે અને આ શુભ અવસર પર દોડનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા અને તેને મજબૂત કરવા માટેના સમર્પણને પ્રોત્સાહન આપવા અને મજબૂત કરવા માટે મોદી સરકાર 2014 થી 31મી ઓક્ટોબરને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવી રહી છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button